"Dhanjibhai Fakirbhai was born a Hindu in Baroda and grew up in an atmosphere of devout bhakti. He became a Christian as a young man and after retirement from his work as a professor of physics devoted himself to the writing of Christian literature presenting the Christian faith in a way that would appeal to Hindus. His most widely-read book is Hriday Gita (The Song of the Heart)."
(from Robin Boyd, An Introduction to Indian Christian Theology, 1969, ISPCK, 2000 edition, p.213, available from Merging Currents.)
"Hriday Gita was the title of the original Gujarati work, published about 1955. It was later published in English, Hindi, and Marathi as Shri Krist Gita (The Song of the Lord Christ). The English version, published posthumously in 1969, is based on the Revised Standard Version of the Bible, but in Gujarati the translation of the Bible is Dhanjibhai's own very attractive one. Hriday Gita is a devotional presentation of the Christian faith in the dialogue-form made so familiar in India by the Bhagavadgita - a dialogue between the Lord and the believer, with the added testimony of other disciples and devotees. The material is composed entirely of quotations from the New Testament, yet this is no mere chain of texts. Dhanjibhai had a very detailed knowledge of the New Testament, and the selection and arrangement of the material indicates a profound grasp of the inner meaning of the Christian faith, and of how it can be presented to Hindu readers in a form at once familiar and new.
"The first section begins with the Divine Vision (dirsana) - Christ's appearance in glory to the author of Revelation. The titles of some of the other sections are: The Yoga of Faith (sraddha yoga), The Yoga of Divine Love (prema yoga), The Yoga of Action (karma yoga), The Yoga of Salvation (mukti yoga), The Yoga of Knowledge (jnana yoga), The Yoga of the Divine Sacrifice (balidan yoga), etc. In the words of Bishop Appasamy, 'many familliar passages in the New Testament will be found to glow with a new meaning in their new setting' in this book."
(from Robin Boyd, Manilal C. Parekh, Dhanjibhai Fakirbhai, Christian Literature Society, Madras, 1974, p.185, available from Merging Currents.)
Shri Krist Gita in its English version has appeared in print from time to time. It has been recently republished by Pilot Books, and can be purchased from the William Cary Library. As a taste of the entire work, Chapter one is presented on this blog - please click here.
Hriday Gita in the Gujarati version is long out of print, and difficult to find even in libraries in India. As a testimony to Dhanjibhai, a beloved Jesu Bhakta, I am presenting it in its entirety on this blog - a gift to Jesu Bhaktas everywhere and Jesu himself. For the Table of Contents (in Gujarati), click here. If there are any copyright issues, please let me know.
If you have trouble viewing Gujarati on your computer, see my article Office XP Proofing Tools for Indian Text Entry, Spell Checking, and Web pages.
- Marko
Dhanjibhai Fakirbhai died at the age of seventy-two in 1967.
Sunday, April 23, 2006
Sunday, April 16, 2006
Shri Krist Gita (1), by Dhanjibhai Fakirbhai
THE DIVINE VISION
The seer said:
I heard behind me a loud voice like a trumpet;
Then I turned to see the voice that was speaking to me.
On turning I saw seven golden lampstands,
And in the midst of the lampstands one like a Son of Man.
He was clothed with a long robe,
And with a golden girdle round his breast.
His eyes were like a flame of fire,
His feet were like burnished bronze
Refined as in a furnace.
His voice was like the sound of many waters,
And in his right hand he held seven stars.
His face was like the sun,
Shining in full strength.
When I saw him,
I fell at his feet As though dead.
But he laid his right hand upon me, saying,
Fear not; I am the First and the Last,
And the Living One.
I am the holy one, the true one,
Who opens and no one shall shut,
Who shuts and no one opens.
Heavenly beings sing praises:
Holy, holy, holy, is the Lord God Almighty,
Who was and is and is to come.
Worthy art thou, our Lord and God,
To receive glory and honour and power.
For thou didst create all things,
And by thy will they existed and were created.
The kingdom of the world has become the Kingdom of our Lord and of his Christ,
And he shall reign for ever and ever.
Great and wonderful are thy deeds,
Just and true are thy ways.
Who shall not fear and glorify thy name, O Lord?
For thou alone art holy.
A devotee said:
He reflects the glory of God
And bears the very stamp of his nature.
He is the image of the invisible God,
For in him the whole fulness of deity dwells bodily.
The grace of God was manifested
For the salvation of all men.
Great is the mystery —
He was manifested in the body.
The seer bears witness:
The Word embodied himself and dwelt among us.
He was full of grace and truth.
In him was life,
And the life was the light of men.
The true light that enlightens every man
Was coming into the world.
The life was made manifest, and we saw it;
That which we have seen and heard
We proclaim also to you.
So say all his companions:
We were eyewitnesses
Of his Majesty.
Hriday Gita, by Dhanjibhai Fakirbhai
અનુક્રમ
Sunday, April 02, 2006
Hriday Gita (24), by Dhanjibhai Fakirbhai
તમે જે જુઓ છો તે ઘણા જોવા ચાહતા હતા
પણ તેઓ જોવા પામ્યા નહિ ;
અને તમે જે સાંભળો છે તે તેઓ સાંભળવા ચાહતા હતા
પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.
તે આ બોધ વિશે સમજશે.
સર્વકાળ હું તમારી સાથે છું.
તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, શાંતિ થાઓ !
જેમ તે ખરેખર પરમેશ્વરનું વચન છે તેમ તેને
સ્વીકારવું.
પ્રભુનું વચન જીવંત તથા સદાકાળ ટકનાર છે.
પ્રભુનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી.
પ્રભુ તરફથી જે વાત કહેવામાં આવી છે તે પૂરી થશે.
પરમગતિ નામનો ત્રયોવિંશ અધ્યાય સમાપ્ત.
પણ તેઓ જોવા પામ્યા નહિ ;
અને તમે જે સાંભળો છે તે તેઓ સાંભળવા ચાહતા હતા
પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.
૧.
જેઓ મારી વાત સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે.૨.
જો કોઈ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહે તોતે આ બોધ વિશે સમજશે.
૩.
જગતના અંત સુધીસર્વકાળ હું તમારી સાથે છું.
તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, શાંતિ થાઓ !
૪.
ભક્તે કહ્યું :
જે આ વચન સાંભળે તેણે તેને મનુષ્યના વચન જેવું નહિ પણજેમ તે ખરેખર પરમેશ્વરનું વચન છે તેમ તેને
સ્વીકારવું.
૫.
જે પરમેશ્વરનો છે તે પરમેશ્વરેનાં વચન સાંભળે છે.૬.
આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.પ્રભુનું વચન જીવંત તથા સદાકાળ ટકનાર છે.
પ્રભુનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી.
૭.
જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમકેપ્રભુ તરફથી જે વાત કહેવામાં આવી છે તે પૂરી થશે.
૮.
તથાસ્તુ
શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાંપરમગતિ નામનો ત્રયોવિંશ અધ્યાય સમાપ્ત.
-
શ્રી હૃદયગીતા સમાપ્ત
શ્રી હૃદયગીતા સમાપ્ત
Hriday Gita (23), by Dhanjibhai Fakirbhai
જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મને
અનુસરવું અને
જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ રહેશે.
બેસાડ્યા અને
સ્વર્ગીયમાં દરેક આધ્યત્મિક આશીર્વાદથી અમને
આશીર્વાદિત કર્યા છે.
જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા
રાખીએ છીએ.
જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે,
તેની આશા આપણે રાખીએ છીએ.
જેમાં નીતિમયતા વસે છે તેની વાટ જોઈએ છીએ.
આપણી નાગરિક્તા સ્વર્ગમાં છે.
વાટ જોયા કરે છે.
ઈશ્વરપુત્રોના મહિમાની સહભાગી મુક્તિ પામવાની
આશા રાખે છે.
વિનાશીત્વ અવિનાશીત્વનો નારસો પામનાર નથી.
તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.
નજરો નજર જોઈશું.
જેમ હું પોતે જણાયેલો છું તેમ જાણીશ.
આપણે કેવા થઈશું તે હજી પ્રગટ થયું નથી.
જેવો સ્વર્ગીય તે છે તેવા જે સ્વર્ગીય છે તેઓ પણ છે.
તો જે સ્થાયી રહેનારું તે વિશેષ ગૌરવપૂર્ણ છે.
જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ મારી પાસે રહો.
પ્રભુ આપણને પોતાની સમક્ષ પરમાનંદમાં મૂકવાને
સમર્થ છે.
ભાગીદાર કર્યા છે.
ત્યાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી ;
કેમકે પરમેશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે.
અને આપણે સદા પ્રભુની સાથે રહીશું.
કાને સાંભળ્યાં નથી
માનવીઓના મનમાં પેઠાં નથી
તે પ્રભુએ પ્રભુપ્રેમીઓ માટે સિદ્ધ કર્યાં છે.
સૂર્યની પેઠે પ્રકાશશે.
અનુસરવું અને
જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ રહેશે.
૧.
ભક્ત બોલ્યા :
પ્રભુએ સ્વર્ગીય સ્થાનોમાં પોતાની સાથે અમનેબેસાડ્યા અને
સ્વર્ગીયમાં દરેક આધ્યત્મિક આશીર્વાદથી અમને
આશીર્વાદિત કર્યા છે.
૨.
સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણજે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા
રાખીએ છીએ.
૩.
પ્રભુએ આપણે સારુ એક શહેર તૈયાર કર્યું છે,જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે,
તેની આશા આપણે રાખીએ છીએ.
૪.
આપણે પ્રભુના વચન પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વીજેમાં નીતિમયતા વસે છે તેની વાટ જોઈએ છીએ.
આપણી નાગરિક્તા સ્વર્ગમાં છે.
૫.
સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરપુત્રોના પ્રગટ થવાનીવાટ જોયા કરે છે.
૬.
સૃષ્ટિ પોતે પણ વિનાશના દાસત્વમાંથી મુક્ત થઈનેઈશ્વરપુત્રોના મહિમાની સહભાગી મુક્તિ પામવાની
આશા રાખે છે.
૭.
પ્રભુ બોલ્યા :
જુઓ, હું સઘળું નવું બનાવું છું.૮.
શ્રદ્ધાવાને કહ્યું :
પાથિવ સ્વર્ગીય રાજ્યનો વારસો પામી શકતા નથી.વિનાશીત્વ અવિનાશીત્વનો નારસો પામનાર નથી.
૯.
જેમ આપણે પાર્થિવની પ્રતિમા ધારણ કરી છેતેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.
૧૦.
હમણાં આપણે ઝાંખું ઝાંખું જોઈએ છીએ પણ ત્યારેનજરો નજર જોઈશું.
૧૧.
હમણાં હું અપૂર્ણ જાણું છું પણ ત્યારેજેમ હું પોતે જણાયેલો છું તેમ જાણીશ.
૧૨.
હાલ આપણે ઈશ્વરનાં સંતાન છીએ અનેઆપણે કેવા થઈશું તે હજી પ્રગટ થયું નથી.
૧૩.
જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું.જેવો સ્વર્ગીય તે છે તેવા જે સ્વર્ગીય છે તેઓ પણ છે.
૧૪.
જે રદ થવાનું તે જો ગૌરવાન્વિત છેતો જે સ્થાયી રહેનારું તે વિશેષ ગૌરવપૂર્ણ છે.
૧૫.
પ્રભુ બોલ્યા :
હું તમને મારી પાસે લઈશજેથી જ્યાં હું છું ત્યાં તમે પણ મારી પાસે રહો.
૧૬.
ત્યારે ભક્ત અને શ્રદ્ધાવાનોએ એક સાથે કહ્યું :પ્રભુ આપણને પોતાની સમક્ષ પરમાનંદમાં મૂકવાને
સમર્થ છે.
૧૭.
પ્રભુએ આપણને પ્રકાશના સંતોના વારસાનાભાગીદાર કર્યા છે.
૧૮.
ત્યાં રાત પડશે નહિ,ત્યાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી ;
કેમકે પરમેશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે.
૧૯.
પ્રભુ પોતે આપણા પર પ્રકાશશેઅને આપણે સદા પ્રભુની સાથે રહીશું.
૨૦.
જે વાનાં આંખે જોયાં નથીકાને સાંભળ્યાં નથી
માનવીઓના મનમાં પેઠાં નથી
તે પ્રભુએ પ્રભુપ્રેમીઓ માટે સિદ્ધ કર્યાં છે.
૨૨.
ત્યારે ન્યાયીઓ પિતાના રાજ્યમાંસૂર્યની પેઠે પ્રકાશશે.
૨૩.
-
Hriday Gita (22), by Dhanjibhai Fakirbhai
જે ભૂમિ પોતા પર પડતા વરસાદનું વારંવાર શોષણ કરે છે અને
તેના ખેડનારને સારુ ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે
તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
તે નાપસંદ થાય છે, તે શાપિત થયેલી છે અને
પરિણામે બાળી નં ખાવાની છે.
અને અગ્નિમાં ફેં કાય છે.
અન્નથી તથા આનંદથી આપણાં મન તૃપ્ત કરતાં
પ્રભુ પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની,
સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને
તું તુચ્છ ગણે છે ?
તોપણ જગતે તેમને ઓળખ્યા નહિ.
પોતાનાંઓએ તેમનો અંગીકાર કર્યો નહિ.
પોતાને સારુ
ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટ થવાના દિવસે થનાર મહા
કોપનો સંગ્રહ કરે છે ?
તેઓની પ્રેરકબુદ્ધિ એ વિશે સાક્ષી આપે છે.
હૃદયની ધારણાઓ પણ પ્રગટ કરશે.
તેઓના સર્વ અધર્મીપણા તથા દુષ્ટતા પર
સ્વર્ગથી ઈશ્વરનો કોપ પ્રગટ થપેલો છે
પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નથી ;
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ
અધર્મમાં આનંદ માન્યો,
તે સર્વને દોષિત ઠરાવવામાં આવશે.
તેમના શુભ સંદેશાને માનતા નથી
તેઓ પ્રભુની હજૂરમાંથી દૂર રહેવાની શિક્ષા એટલે
અનંતકાળનો નાશ ભોગવશે.
જીવંત પરમેશ્વરના હાથમાં પડવું ભયંકર છે.
આપણે જાણીજોઈને પાપ કરીએ તો પછી
ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા
ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલાં છે.
પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે.
પરંતુ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાત્તાપ કરે
એવું ઇચ્છીને પ્રભુ આપણા વિષે ધીરજ રાખે છે.
પ્રભુએ ઘણી સહનશીલતાથી સહન કર્યું.
પ્રભનું ધૈર્ય એ ઉદ્ધાર છે એમ માનીએ.
નાશના દિવસ સુધી આળવાને સારુ તૈયાર રાખેલાં છે.
તત્ત્વો અગ્નિથી પીગળી જશે અને
પૃથ્વી તથા તે પરની કૃતિઓ બાળી નંખાશે.
માટે પવિત્ર આચરણમાં તથા ભક્તિભાવમાં આપણે
કેવા થવું જોઈએ ?
ગર્વિષ્ઠ ન થા, પણ બીક રાખ.
પણ નમ્ર જનો પર કૃપા રાખે છે,
માટે તમે મને આધીન થાઓ.
તમારાં કામો મહાન તથા અદભુત છે.
હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે ?
તે તરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે.
તમે જ છો.
તેનાથી હું તને બચાવીશ.
મારા દ્વારા ઉદ્ધારને સારુ નિર્માણ કર્યા છે.
પ્રલય નામનો દ્વાવિંશ અદ્યાય સમાપ્ત.
તેના ખેડનારને સારુ ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે
તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
૧.
પણ જે ભૂમિમાં કાંટા તથા ઝાંખરા ઊગે છેતે નાપસંદ થાય છે, તે શાપિત થયેલી છે અને
પરિણામે બાળી નં ખાવાની છે.
૨.
હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છેઅને અગ્નિમાં ફેં કાય છે.
૩.
એક ભક્તે કહ્યું :
કલ્યાણ કરતાં તથા આકાશથી ફળવંત ઋતુઓ આપતાં અનેઅન્નથી તથા આનંદથી આપણાં મન તૃપ્ત કરતાં
પ્રભુ પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
૪.
પરમેશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા તરફ પ્રેરે છે,એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની,
સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને
તું તુચ્છ ગણે છે ?
૫.
તે જગતમાં હતા અને જગત તેમનાથી ઉત્પન્ન થયું ;તોપણ જગતે તેમને ઓળખ્યા નહિ.
૬.
તે પોતાના લોકોની પાસે આવ્યા પણપોતાનાંઓએ તેમનો અંગીકાર કર્યો નહિ.
૭.
કઠણ તથા પશ્ચાત્તાપરહિત અંત:કરણ પ્રમાણે તારાપોતાને સારુ
ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટ થવાના દિવસે થનાર મહા
કોપનો સંગ્રહ કરે છે ?
૮.
પ્રભુએ કહ્યું :
દરેકના અંત:કરણમાં નિયમ લખેલો છે અનેતેઓની પ્રેરકબુદ્ધિ એ વિશે સાક્ષી આપે છે.
૯.
શ્રદ્ધાવાને કહ્યું :
પ્રભુ અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અનેહૃદયની ધારણાઓ પણ પ્રગટ કરશે.
૧૦.
જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છેતેઓના સર્વ અધર્મીપણા તથા દુષ્ટતા પર
સ્વર્ગથી ઈશ્વરનો કોપ પ્રગટ થપેલો છે
૧૧.
જેઓએ પોતાના મોક્ષને અર્થેપ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નથી ;
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ
અધર્મમાં આનંદ માન્યો,
તે સર્વને દોષિત ઠરાવવામાં આવશે.
૧૨.
જેઓ પ્રભુને ઓળખતા નથી અનેતેમના શુભ સંદેશાને માનતા નથી
તેઓ પ્રભુની હજૂરમાંથી દૂર રહેવાની શિક્ષા એટલે
અનંતકાળનો નાશ ભોગવશે.
૧૩.
મહાન ઉદ્ધાર વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું ?જીવંત પરમેશ્વરના હાથમાં પડવું ભયંકર છે.
૧૪.
કેમકે સત્યનું જ્ઞાન થયા પછી જોઆપણે જાણીજોઈને પાપ કરીએ તો પછી
ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા
ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલાં છે.
૧૫.
જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી ત્યારેપ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે.
૧૬.
પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી.પરંતુ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાત્તાપ કરે
એવું ઇચ્છીને પ્રભુ આપણા વિષે ધીરજ રાખે છે.
૧૭.
નાશને યોગ્ય થયેલા કોપના પાત્રનુંપ્રભુએ ઘણી સહનશીલતાથી સહન કર્યું.
પ્રભનું ધૈર્ય એ ઉદ્ધાર છે એમ માનીએ.
૧૮.
હમણાનાં આકાશ તથા પૃથ્વી અધર્મી માણસોનાનાશના દિવસ સુધી આળવાને સારુ તૈયાર રાખેલાં છે.
૧૯.
તે વખતે આકાશો મોટી ગર્જનાસહિત જતા રહેશે અનેતત્ત્વો અગ્નિથી પીગળી જશે અને
પૃથ્વી તથા તે પરની કૃતિઓ બાળી નંખાશે.
૨૦.
આ સર્વ લય પામનાર છે,માટે પવિત્ર આચરણમાં તથા ભક્તિભાવમાં આપણે
કેવા થવું જોઈએ ?
૨૧.
પરમેશ્વરની મહેરબાની તેમ જ તેમની સખતાઈ પણ જોગર્વિષ્ઠ ન થા, પણ બીક રાખ.
૨૨.
પ્રભુએ કહ્યું :
પ્રભુ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે,પણ નમ્ર જનો પર કૃપા રાખે છે,
માટે તમે મને આધીન થાઓ.
૨૩.
શ્રદ્ધાવાને કહ્યું :
હે સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર,તમારાં કામો મહાન તથા અદભુત છે.
૨૪.
હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે ?
૨૫.
પ્રભુએ કહ્યું :
નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે ;તે તરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે.
૨૬.
શ્રદ્ધાવાને કહ્યું :
હે પ્રભુ, આવનાર કોપથી અમને બચાવનારતમે જ છો.
૨૭.
પ્રભુ બોલ્યા :
કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છેતેનાથી હું તને બચાવીશ.
૨૮.
કારણ કે તમને કોપને સારુ નહિ પણમારા દ્વારા ઉદ્ધારને સારુ નિર્માણ કર્યા છે.
૨૯.
-
શ્રી હૃદયગીતા નામે આદ્યાત્મ વિદ્યામાંપ્રલય નામનો દ્વાવિંશ અદ્યાય સમાપ્ત.
Hriday Gita (21), by Dhanjibhai Fakirbhai
સંસાર પર અથવા સંસારમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.
સંસાર પર જો કોઈ પ્રેમ રાખે છે તો
મારા પર તેને પ્રેમ નથી.
આંખોની લાલસા અને જીવનનો અહંકાર,
તે મારા તરફથી નથી પણ સંસાર તરફથી છે.
પણ જે મારી ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.
જે કોઈ સંસારનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે
તે પરમેશ્વરનો વેરી થાય છે.
તમે સંસારના નથી, પણ મેં તમને સંસારમાંથી પસંદ
કર્યા છે,
તે માટે સંસાર તમારા પર દ્વેષ રાખે છે.
જગતમાંથી તમને કાઢી લેવામાં આવે એવું હું
ઇચ્છતો નથી;
પણ તમે પાપથી બચો એમ ઇચ્છું છું.
પણ હિંમત રાખો, સંસારને મેં જીત્યો છે.
તમારામાં જે છે તે મોટો છે.
જે જયે જગતને જીત્યું છે તે આપણો નિશ્વાસ છે.
અને સંસાર સંબંધે હું.
તેઓથી તમે પરદેશી તા પ્રવાસી જેવા દૂર રહો.
આત્માવડે દેહવાસનાનાં કર્મોને મારી નાખો.
પણ સારાથી ભૂંડાનો પરાજય કરો.
જે સારું છે તેને વળગી રહો.
હું પ્રગટ થયો છું.
તમે બળવાન છો અને તમે દુષ્ટને જીત્યો છે.
અને દુષ્ટથી અમારું રક્ષણ કરશે.
અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારુ
અમને સહીસલામત રાખશે.
અધિપતિઓની સામે, અધિકારીઓની સામે,
આ અંધકારરૂપી સંસારના સત્તાધારીઓની સામે,
દુષ્ટતાના આધ્યાત્મિક લશ્કરોની સામે છે.
જે સર્વ શક્ય તે કરીને તેઓની સામે ટકી શકો.
નીતિપરાયણતાનું બખ્તર પહેરો,
શ્રદ્ધાની ઢાલ ગ્રહો,
અને ઈશ્વરી વચનની આધ્યાત્મિક તરવાર લો.
મારી સાથે બેસાડીશ.
તે તેજ જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
તે તેજ પાસે આવતો નથી, પણ
જે સત્ય કરે છે તેજ પાસે આવે છે.
રખેને તમારા પર તમસ્ આવી પડે.
સર્વ નિંદાપાત્ર તે તેજ વડે પ્રગટ થાય છે.
પણ તેઓને વખોડો.
તેજનું ફળ સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપરાયણતા તથા
સત્ય છે.
તમે તમારું તેજ લોકો આગળ એવું પ્રકાશવા દો કે
તેઓ તમારાં રૂડાં કામ જોઇને મારી સ્તુતિ કરે
પોતાના આશ્ચર્યકારક તેજમાં આમંત્ર્યા છે
તે પ્રભુના સદગુણો આપણે પ્રગટ કરીએ.
અને જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.
મૃત્યુનો ડંખ પાપ છે ;
પણ આપણા પ્રભુદ્વારા આપણને વિજય મળે છે.
અરે મરણ, તારો વિજય ક્યાં ?
દૈવાસુરસંપદ્ નામનો એકવિંશ અધ્યાય સમાપ્ત.
સંસાર પર જો કોઈ પ્રેમ રાખે છે તો
મારા પર તેને પ્રેમ નથી.
૧.
સંસારમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના,આંખોની લાલસા અને જીવનનો અહંકાર,
તે મારા તરફથી નથી પણ સંસાર તરફથી છે.
૨.
સંસાર તથા તેની લાલસા જતી રહે છે ;પણ જે મારી ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.
૩.
એક ભક્તે કહ્યું :
સંસારની મૈત્રી પરમેશ્વર પ્રત્યે વેર છે.જે કોઈ સંસારનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે
તે પરમેશ્વરનો વેરી થાય છે.
૪.
પ્રભુ ઈસુ બોલ્યા :
સંસાર તમારો દ્વેષ કરે તો તેથી અયરત ન થાઓ.તમે સંસારના નથી, પણ મેં તમને સંસારમાંથી પસંદ
કર્યા છે,
તે માટે સંસાર તમારા પર દ્વેષ રાખે છે.
૫.
તમે આ જગતમાં છો, પણ આ સંસારનાં નથી.જગતમાંથી તમને કાઢી લેવામાં આવે એવું હું
ઇચ્છતો નથી;
પણ તમે પાપથી બચો એમ ઇચ્છું છું.
૬.
સંસારમાં તમને સંકટ છે,પણ હિંમત રાખો, સંસારને મેં જીત્યો છે.
૭.
સંસારમાં જે છે તેના કરતાંતમારામાં જે છે તે મોટો છે.
૮.
એક શ્રદ્ધાવાન બોલ્યા :
જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે સંસારને જીતે છે.જે જયે જગતને જીત્યું છે તે આપણો નિશ્વાસ છે.
૯.
મારા સંબંધે સંસાર શૂળીએ ( વધસ્તંભે ) ચડાવેલો છેઅને સંસાર સંબંધે હું.
૧૦.
પ્રભુ બોલ્યા :
દૈહિક વિષયો આત્માની સામે લડે છે,તેઓથી તમે પરદેશી તા પ્રવાસી જેવા દૂર રહો.
૧૧.
દેહની દુર્વાસનાને અર્થે ચિંતન ન કરો.આત્માવડે દેહવાસનાનાં કર્મોને મારી નાખો.
૧૨.
ભૂંડાથી હારી ન જાઓપણ સારાથી ભૂંડાનો પરાજય કરો.
૧૩.
જે ભૂંડું છે તેને ધિક્કારો ;જે સારું છે તેને વળગી રહો.
૧૪.
દુષ્ટાત્માનાં કામનો નાશ કરવાનેહું પ્રગટ થયો છું.
૧૫.
જે ઈશ્વરથી જનમ્યો છે તેને દુષ્ટ સ્પર્શ કરતો નથી.તમે બળવાન છો અને તમે દુષ્ટને જીત્યો છે.
૧૬.
શ્રદ્ધાવાને કહ્યું :
પ્રભુ વિશ્વસનીય છે, અને અમને દઢ કરશેઅને દુષ્ટથી અમારું રક્ષણ કરશે.
૧૭.
પ્રભુ ભક્તોને પ્રલોભનમાંથી છોડાવવાનું જાણે છે.૧૮.
પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી અમારો બચાવ કરશે,અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારુ
અમને સહીસલામત રાખશે.
૧૯.
પ્રભુએ કહ્યું :
તમારું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણઅધિપતિઓની સામે, અધિકારીઓની સામે,
આ અંધકારરૂપી સંસારના સત્તાધારીઓની સામે,
દુષ્ટતાના આધ્યાત્મિક લશ્કરોની સામે છે.
૨૦.
તેથી તમે સ વી હથિયારો સજી લો કેજે સર્વ શક્ય તે કરીને તેઓની સામે ટકી શકો.
૨૧.
સત્યથી કમર બાંધો,નીતિપરાયણતાનું બખ્તર પહેરો,
શ્રદ્ધાની ઢાલ ગ્રહો,
અને ઈશ્વરી વચનની આધ્યાત્મિક તરવાર લો.
૨૨.
જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પરમારી સાથે બેસાડીશ.
૨૩.
ભક્તે કહ્યું :
પરમેશ્વર તેજરૂપ છે અને તેમનામાં કંઈ તમસ્ નથી.તે તેજ જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
૨૪.
જે ભૂંડું કરે છે તે તેજનો દ્વેષ કરે છે અનેતે તેજ પાસે આવતો નથી, પણ
જે સત્ય કરે છે તેજ પાસે આવે છે.
૨૫.
પ્રભુએ કહ્યું :
જ્યાં સુધી તેજ તમારી પાસે છે ત્યાં સુધી ચાલો,રખેને તમારા પર તમસ્ આવી પડે.
૨૬.
તેજસ્ની તમસ્ જોડે શી સંગત હોય ?સર્વ નિંદાપાત્ર તે તેજ વડે પ્રગટ થાય છે.
૨૭.
તમસ્ના નિષ્ફળ કામોના સંગતી ન થાઓપણ તેઓને વખોડો.
તેજનું ફળ સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપરાયણતા તથા
સત્ય છે.
૨૮.
તમે જગતની જ્યોતિ છો.તમે તમારું તેજ લોકો આગળ એવું પ્રકાશવા દો કે
તેઓ તમારાં રૂડાં કામ જોઇને મારી સ્તુતિ કરે
૨૯.
ભક્તે કહ્યું :
જે પ્રભુએ તમસ માંથી આપણનેપોતાના આશ્ચર્યકારક તેજમાં આમંત્ર્યા છે
તે પ્રભુના સદગુણો આપણે પ્રગટ કરીએ.
૩૦.
પ્રભુએ કહ્યું :
મેં મૃત્યુને નિર્મૂળ કર્યું છેઅને જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.
૩૧.
શ્રદ્ધાવાને કહ્યું :
જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મૃત્યુ છે ;મૃત્યુનો ડંખ પાપ છે ;
પણ આપણા પ્રભુદ્વારા આપણને વિજય મળે છે.
૩૨.
અરે મૃત્યુ, તારો ડંખ ક્યાં ?અરે મરણ, તારો વિજય ક્યાં ?
૩૩.
-
શ્રી હૃદયગીતા નામે, અધ્યાત્મ વિદ્યામાંદૈવાસુરસંપદ્ નામનો એકવિંશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (20), by Dhanjibhai Fakirbhai
જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થાય છે
ત્યાં તેઓની વચમાં હું હાજર છું.
અને શરીરના અવયવો ઘણાં હોવા છતાં સર્વ મળીને
એક શરીર બને છે
તેમ ખ્રિસ્ત પ્રભુ પણ છે.
તેમના જુદા જુદા અવયવો છીએ.
જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે
અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી
અને પરસ્પર એક બીજાના અવયવો છીએ.
આપણે સર્વે એક આત્માથી સંસ્કાર પામીને
એક શરીરરૂપ બન્યા છીએ.
તે બધાંને પ્રભુએ એક કર્યા અને
સલાહ કરીને પોતામાં બેનું એક નવું માનવી સર્જ્યું.
સુનતી કે બેસુનતી કોઈ નથી,
દાસ કે સ્વતંત્ર કોઈ નથી,
પુરુષ કે સ્ત્રી કોઈ નથી,
કેમકે આપણ સર્વ ખ્રિસ્ત પ્રભુમાં એક છીએ.
તે આપણું જીવન છે.
તો તે નવી ઉત્પત્તિ, નવું સર્જન છે.
શરીરમાં ગોઠવેલા છે.
તથા દરેક સાંધા વડે જોડાઈને
દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી
પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ પોતાની વૃદ્ધિ કરે છે.
શિરથી આખું શરીર પોષણ પામીને તથા જોડાઈને
વૃદ્ધિ પામે છે.
ખ્રિસ્ત જે શિર છે તેમાં આપણે સર્વ પ્રકારે વધીએ.
અવયવો ઘણાં છે પણ શરીર એક જ છે.
આપણે ઘણાં છતાં એક શરીરરૂપી છીએ.
શરીરમાં ફાટફૂટ ત પડે;
પરંતુ બધા અવયવો એકબીજાને માટે એકસરખી ચિંતા રાખે.
તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે.
તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
એકનો એક,
સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકના એક,
કાર્યો અનેક પ્રકારના છે, પણ પ્રભુ તો એકના એક,
જે સર્વમાં કર્તાહર્તા છે.
વહેંચી આપીને
એ સર્વ કરાવનાર એ તે એ જ પવિત્રાત્મા છે.
સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.
એક શરીર તથા એક આત્મા છે.
એક પ્રભુ જે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ
સર્વમાં છે.
હું તમારામાં વસુ, જેથી તમે સંપૂર્ણ થઈને એક થાઓ.
સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં
સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો તે
પોતામાં સમાવેશ કરે.
સઘળાનું તે પોતાની સાથે સમાધાન કરાવે છે.
બૃહદ્-રૂપ નામનો વિંશ અધ્યાય સમાપ્ત.
ત્યાં તેઓની વચમાં હું હાજર છું.
૧.
હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો.૨.
ભક્તે કહ્યું :
જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણાં છેઅને શરીરના અવયવો ઘણાં હોવા છતાં સર્વ મળીને
એક શરીર બને છે
તેમ ખ્રિસ્ત પ્રભુ પણ છે.
૩.
આપણે પ્રભુનું શરીર અનેતેમના જુદા જુદા અવયવો છીએ.
જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે
અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી
૪.
તેમ આપણે ઘણાં હોવા છતાં પ્રભુમાં એક શરીર છીએ ;અને પરસ્પર એક બીજાના અવયવો છીએ.
૫.
આર્ય કે અનાર્ય, દાસ કે સ્વતંત્રઆપણે સર્વે એક આત્માથી સંસ્કાર પામીને
એક શરીરરૂપ બન્યા છીએ.
૬.
જે વેગળાં હતા તથા જેઓ પાસે હતાતે બધાંને પ્રભુએ એક કર્યા અને
સલાહ કરીને પોતામાં બેનું એક નવું માનવી સર્જ્યું.
૭.
હવે આર્ય કે અનાર્ય કોઈ નથી,સુનતી કે બેસુનતી કોઈ નથી,
દાસ કે સ્વતંત્ર કોઈ નથી,
પુરુષ કે સ્ત્રી કોઈ નથી,
કેમકે આપણ સર્વ ખ્રિસ્ત પ્રભુમાં એક છીએ.
૮.
પ્રભુ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.તે આપણું જીવન છે.
૯.
જો કોઈ માણસ પ્રભુમાં છેતો તે નવી ઉત્પત્તિ, નવું સર્જન છે.
૧૦.
પ્રભુએ દરેક અવયવને પોતાની મરજી અનુસારશરીરમાં ગોઠવેલા છે.
૧૧.
એનાથી આખું શરીર ગોઠવાઈનેતથા દરેક સાંધા વડે જોડાઈને
દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી
પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ પોતાની વૃદ્ધિ કરે છે.
૧૨.
પ્રભુએ કહ્યું :
હું શરીરનું શિર છું.શિરથી આખું શરીર પોષણ પામીને તથા જોડાઈને
વૃદ્ધિ પામે છે.
૧૩.
ભક્તે કહ્યું :
પ્રેમથી સત્યને અનુસરીનેખ્રિસ્ત જે શિર છે તેમાં આપણે સર્વ પ્રકારે વધીએ.
૧૪.
જો સર્વ એક અવયવ હોય તો શરીર ક્યાં હોત ?અવયવો ઘણાં છે પણ શરીર એક જ છે.
આપણે ઘણાં છતાં એક શરીરરૂપી છીએ.
૧૫.
પભુએ શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કેશરીરમાં ફાટફૂટ ત પડે;
પરંતુ બધા અવયવો એકબીજાને માટે એકસરખી ચિંતા રાખે.
૧૬.
જો એક અવયવ દુ:ખી થાય તોતેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે.
૧૭.
તેમ જ જો એક અવયવને માન મળે તોતેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
૧૮.
કૃપાદાનો અનેક પ્રકારના છે, તોપણ આત્મા તોએકનો એક,
સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકના એક,
કાર્યો અનેક પ્રકારના છે, પણ પ્રભુ તો એકના એક,
જે સર્વમાં કર્તાહર્તા છે.
૧૯.
પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદાં જુદાં દાનવહેંચી આપીને
એ સર્વ કરાવનાર એ તે એ જ પવિત્રાત્મા છે.
૨૦.
પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકનેસામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.
૨૧.
આપણાં શરીરો પ્રભુના અવયવો છે.એક શરીર તથા એક આત્મા છે.
એક પ્રભુ જે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ
સર્વમાં છે.
૨૨.
પ્રભુ બોલ્યા :
તમે એક થાઓ માટે મેં મારો મહિમા તમને આપ્યો છે.હું તમારામાં વસુ, જેથી તમે સંપૂર્ણ થઈને એક થાઓ.
૨૩.
ત્યારે એક ભક્ત બોલ્યા :
પ્રભુએ પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો છે કેસમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં
સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો તે
પોતામાં સમાવેશ કરે.
૨૪.
તેથી પૃથ્વી પરના હોય કે સ્વર્ગમાંના હોય તેસઘળાનું તે પોતાની સાથે સમાધાન કરાવે છે.
૨૫.
-
શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાંબૃહદ્-રૂપ નામનો વિંશ અધ્યાય સમાપ્ત.
Wednesday, March 29, 2006
Hriday Gita (19), by Dhanjibhai Fakirbhai
આદિ મધ્ય તથા અંત હું છું.
મારાથી સઘળું ઉત્પન્ન થયું,
મેં સર્વ જગતો ઉત્પન્ન કર્યાં ;
જે કાંઈ થયું છે તે મારા વિના ઉત્પન્ન થયું નથી.
મારાથી, મારા વડે તથા મારે અર્થે સર્વસ્વ છે.
આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો.
પરંતુ તમે એવા ને એવા જ છો.
તમારા વરસોનો અંત કદી આવશે નહિ.
પોતાના પરાક્રમના શબ્દથી હું સઘળાને નિભાવી રાખું છું ;
જીવન તથા શ્વાસોચ્છવાસ હું સર્વને આપું છું.
કોઈનાથી હું વેગળો નથી,
કેમકે મારામાં સર્વ જીવે છે,
હલનચલન કરે છે અને અસ્તિત્વ ધરાવે છે.
તમારે આશરે સર્વ છે, અને અમે તમારે આશરે છીએ.
તમારા સંકલ્પને કોણ અટકાવે છે ?
તમે ‘ ઈમાનૂએલ ’ એટલે અમારી સાથે રહેનાર ઈશ્વર છો.
હું હૃદયના વિચારને તથા ભાવનાઓને પારખનાર છું.
મન તથા અંત:કરણને પારખનાર હું છું.
હું ગઈ કાલે, આજે તથા સદાકાળ એવો તે એવો છું.
હું પહેલો તથા છેલ્લો, આદિ તથા અંત છું.
મારામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.
જે પવિત્ર છે, જે સત્ય છે, જે તથાસ્તુ છે, જે વિશ્વસનીય છે,
તે હું છું.
સર્જેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.
જે દશ્ય તથા અદશ્ય છે,
રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ,
સર્વ મારી મારફતે તથા મારે સારુ ઉત્પન્ન થયાં.
મારાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.
તમે પોતાના દૂતોને વાયુરૂપ અને
પોતાના સેવકોને અગ્નિજ્વાળારૂપ કરો છો.
હું ઉઘાડું છું અને કોઈ બંધ કરશે નહિ ;
હું બંધ કરું છું અને કોઈ ઉઘાડતો નથી.
મારા સામર્થ્યથી હું સર્વને મારે આધીન કરી શકું છું.
અને તમારો રાજદંડ ન્યાયીપણાનો રાજદંડ છે.
રાજાઓના રાજા અને સ્વામીઓના સ્વામી છો.
અને જેના રાજ્યનો અંત આવશે નહિ.
તમારે નામે સાષ્ટાંગે પડીને નમન કરશે,
અને દરેક જીભ કબૂલ કરશે કે તમે જ સ્વામી છો.
હું સ્વયં પ્રકાશ અને પ્રકાશોનો જનક છું,
માનવીઓના હૃદયમાં પ્રકાશ પાડયો છે.
શાશ્વત જીવન હું છું, મારા એકલાને અમરપણું છે.
મેં જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.
જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે.
તેને કદી તૃષા નહિ લાગશે.
વિભૂતિયોગ નામનો એકોનવિંશ અધ્યાય સમાપ્ત.
મારાથી સઘળું ઉત્પન્ન થયું,
મેં સર્વ જગતો ઉત્પન્ન કર્યાં ;
જે કાંઈ થયું છે તે મારા વિના ઉત્પન્ન થયું નથી.
૧.
હું સર્વ સૃષ્ટિનું આદિકરણ છું ;મારાથી, મારા વડે તથા મારે અર્થે સર્વસ્વ છે.
૨.
ભક્તે કહ્યું :
ઓ પ્રભુ, આકાશો તમારા હાથની કૃતિ છેઆરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો.
૩.
વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશેપરંતુ તમે એવા ને એવા જ છો.
તમારા વરસોનો અંત કદી આવશે નહિ.
૪.
પ્રભુએ કહ્યું :
હું સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છું ;પોતાના પરાક્રમના શબ્દથી હું સઘળાને નિભાવી રાખું છું ;
જીવન તથા શ્વાસોચ્છવાસ હું સર્વને આપું છું.
૫.
હું સત્ય તથા જીવન છું,કોઈનાથી હું વેગળો નથી,
કેમકે મારામાં સર્વ જીવે છે,
હલનચલન કરે છે અને અસ્તિત્વ ધરાવે છે.
૬.
શ્રદ્ધાવાને કહ્યું :
પ્રભુ, તમારાથી સર્વ છે અને અમે તમારે અર્થે છીએ.તમારે આશરે સર્વ છે, અને અમે તમારે આશરે છીએ.
૭.
પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે તમે સર્વ કરો છો.તમારા સંકલ્પને કોણ અટકાવે છે ?
૮.
જે સર્વથી સર્વને ભરે છે તે તમે છો.તમે ‘ ઈમાનૂએલ ’ એટલે અમારી સાથે રહેનાર ઈશ્વર છો.
૯.
પ્રભુએ કહ્યું :
મારી દષ્ટિથી કોઈ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી.હું હૃદયના વિચારને તથા ભાવનાઓને પારખનાર છું.
મન તથા અંત:કરણને પારખનાર હું છું.
૧૦.
જે હતો, જે છે અને જે આવનાર છે.હું ગઈ કાલે, આજે તથા સદાકાળ એવો તે એવો છું.
૧૧.
હું આદ્યાક્ષર તથા અંત્યાક્ષર છું.હું પહેલો તથા છેલ્લો, આદિ તથા અંત છું.
૧૨.
મારામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહેલી છે,મારામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.
૧૩.
જ્ઞાન, પુણ્ય, પવિત્રતા અને ઉદ્ધાર હું છું.જે પવિત્ર છે, જે સત્ય છે, જે તથાસ્તુ છે, જે વિશ્વસનીય છે,
તે હું છું.
૧૪.
શ્રદ્ધાવાન બોલ્યા :
હે પ્રભુ, તમારા અદશ્ય ગુણો, સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વસર્જેલી વસ્તુના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.
૧૫.
પ્રભુ બોલ્યા :
જે આકાશમાં છે તથા જે પૃથ્વીમાં છે,જે દશ્ય તથા અદશ્ય છે,
રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ,
સર્વ મારી મારફતે તથા મારે સારુ ઉત્પન્ન થયાં.
૧૬.
હું સર્વ કરતાં આદિ છે.મારાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.
૧૭.
એક ભક્તે ઉચ્ચ સ્વરે કહ્યું :
દેવદૂતો સર્વ તમારું ભજન કરે છે.તમે પોતાના દૂતોને વાયુરૂપ અને
પોતાના સેવકોને અગ્નિજ્વાળારૂપ કરો છો.
૧૮.
પ્રભુએ કહ્યું :
સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મારો છે.૧૯.
મૃત્યુ તથા અધોલોકની કૂંચીઓ મારી પાસે છે.હું ઉઘાડું છું અને કોઈ બંધ કરશે નહિ ;
હું બંધ કરું છું અને કોઈ ઉઘાડતો નથી.
૨૦.
હું રાજ્યનું તથા અધિકારનું શિર છું.મારા સામર્થ્યથી હું સર્વને મારે આધીન કરી શકું છું.
૨૧.
ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :
તમે સર્વમાં શ્રેષ્ઠ છો.૨૨.
હે ઈશ્વર, તમારું રાજ્ય સનાતન છેઅને તમારો રાજદંડ ન્યાયીપણાનો રાજદંડ છે.
૨૩.
તમે ધન્ય તથા એકલા સ્વામી,રાજાઓના રાજા અને સ્વામીઓના સ્વામી છો.
૨૪.
જે સર્વકાળ રાજ્ય કરનાર છો,અને જેના રાજ્યનો અંત આવશે નહિ.
૨૫.
રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારાં જ છે.૨૬.
આકાશમાંના, ભૂમિ ઉપરનાં તથા ભૂમિ તળેનાં સર્વતમારે નામે સાષ્ટાંગે પડીને નમન કરશે,
અને દરેક જીભ કબૂલ કરશે કે તમે જ સ્વામી છો.
૨૭.
પ્રભુ બોલ્યા :
હું અગમનીય પ્રકાશમાં રહું છું,હું સ્વયં પ્રકાશ અને પ્રકાશોનો જનક છું,
૨૮.
જેણે અંધકારમાંથી તેજને પ્રકાશવા ફરમાવ્યું અનેમાનવીઓના હૃદયમાં પ્રકાશ પાડયો છે.
૨૯.
માર્ગ, સત્ય તથા જીવન હું છું.શાશ્વત જીવન હું છું, મારા એકલાને અમરપણું છે.
મેં જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.
૩૦.
જે જીવનની રોટલી સ્વર્ગથી ઊતરી છે તે હું છું ;જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે.
૩૧.
જે જલ હું આપીશ તે જે પીએતેને કદી તૃષા નહિ લાગશે.
૩૨.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંવિભૂતિયોગ નામનો એકોનવિંશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (18), by Dhanjibhai Fakirbhai
પ્રભુ ઈસુમાં સર્વ સંપૂર્ણતા રહેલી છે.
આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.
ખ્રિસ્ત પ્રભુની સંપૂર્ણતાને પગથિયે પહોંચીએ.
સામર્થ્યથી બળવાન કરો,
કે અમે પ્રભુની સર્વ સંપૂર્ણતા પ્રમાંણે સંપૂર્ણ થઈએ.
અમે તેમની ઇચ્છા પ્રમાણે સઘળું કરીએ, અને
તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે તે કરીએ.
તથા આપણાં શ્રદ્ધાનાં કરમને સંપૂર્ણ કરો.
કે સંપૂર્ણ થયો છું એમ નહિ,
અને જે આગળ તેની તરફ ધાઈને
સ્વર્ગીય આમંત્રણના ઇનામને સારુ
નિશાનની ભણી આગળ ધસું છું.
સઘળાં વાનાં આપ્યાં છે,
પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર,
બંધુભાવની સાથે પ્રેમ જોડી દઈએ.
જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ,
જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે ;
તો આ બાબતોનો વિચાર કરીએ.
હૃદયની કોમળતા, મમતા, નમ્રતા,
વિનય તથા સહનશીલતા ધારણ કરીએ.
આપણને આશીર્વાદિત કર્યા છે.
ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ.
પ્રભુની ઇચ્છા પૂરી થઓ.
પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.
તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.
ઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સત્કર્મ સારુ તૈયાર થાય.
તે સંપૂર્ણ રીતે કરવાને સાવધ રહેવું.
કશામાં અપૂર્ણ ન રહો,
માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
હું પોતે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરીશ.
મારી શાંતિ તમારા મનનું તથા હૃદયનું રક્ષણ કરશે.
તેવા આપણે પૂર્ણ થઈએ.
તે તેને સંપૂર્ણ કરતા જશે.
બાળકની પેઠે વિચારતો હતો.
બાળકની પેઠે સમજતો હતો ;
જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
પૂર્ણયોગ નામે અષ્ટાદશ અધ્યાય સમાપ્ત.
આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.
૧.
આપણે પ્રૌઢ પુરુષત્વને એટલેખ્રિસ્ત પ્રભુની સંપૂર્ણતાને પગથિયે પહોંચીએ.
૨.
પ્રભુ પોતાના આત્મા વડે અમને આંતરિક પુરુષત્વમાંસામર્થ્યથી બળવાન કરો,
કે અમે પ્રભુની સર્વ સંપૂર્ણતા પ્રમાંણે સંપૂર્ણ થઈએ.
૩.
પ્રભુ અમને દરેક સારાં કામમાં એવા સંપૂર્ણ કરો કેઅમે તેમની ઇચ્છા પ્રમાણે સઘળું કરીએ, અને
તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે તે કરીએ.
૪.
પ્રભુ પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની આપણી ઇચ્છાનેતથા આપણાં શ્રદ્ધાનાં કરમને સંપૂર્ણ કરો.
૫.
હજી સુધી હું બધું સંપાદન કરી ચૂકયોકે સંપૂર્ણ થયો છું એમ નહિ,
૬.
પણ પછવાડે તેને વિસરીનેઅને જે આગળ તેની તરફ ધાઈને
સ્વર્ગીય આમંત્રણના ઇનામને સારુ
નિશાનની ભણી આગળ ધસું છું.
૭.
પ્રભુએ આપણને જીવન તથા ભક્તિભાવને લગતાંસઘળાં વાનાં આપ્યાં છે,
૮.
એ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીનેપોતાના વિશ્વાસની સાથે ચારિત્ર,
૯.
ચારિત્રની સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે સંયમ,૧૦.
સંયમની સાથે ધીરજ અને ધીરજની સાથે ભક્તિભાવ,૧૧.
ભક્તિભાવની સાથે બંધુભાવ અનેબંધુભાવની સાથે પ્રેમ જોડી દઈએ.
૧૨.
જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર,જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ,
જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે ;
૧૩.
જો કોઈ સદગુણ અને જો કોઈ પ્રશંસા હોય,તો આ બાબતોનો વિચાર કરીએ.
૧૪.
પ્રભુના પસંદ કરેલાને ઘટે તેમહૃદયની કોમળતા, મમતા, નમ્રતા,
વિનય તથા સહનશીલતા ધારણ કરીએ.
૧૫.
પ્રભુએ દરેક આધ્યાત્મિક આશીર્વાદથીઆપણને આશીર્વાદિત કર્યા છે.
૧૬.
ઉપરની વાતો શોધીએ.ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ.
૧૭.
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પરપ્રભુની ઇચ્છા પૂરી થઓ.
૧૮.
મારી ઇચ્છા પ્રમાણે નહિ પણપ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.
૧૯.
પ્રભુએ કહ્યું :
પ્રભુની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીનેતથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.
૨૦.
ઈશ્વરપ્રેરિત શાસ્ત્ર શિક્ષણ અર્થે ઉપયોગી છે જેથીઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સત્કર્મ સારુ તૈયાર થાય.
૨૧.
જે સેવા તમને સોંપવામાં આવી છેતે સંપૂર્ણ રીતે કરવાને સાવધ રહેવું.
૨૨.
તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અનેકશામાં અપૂર્ણ ન રહો,
માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
૨૩.
તમે થોડીવાર સહન કરો ત્યાર પછીહું પોતે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરીશ.
૨૪.
મારી શાંતિ તમારા હૃદયોમાં રાજ્ય કરે.મારી શાંતિ તમારા મનનું તથા હૃદયનું રક્ષણ કરશે.
૨૫.
શિષ્યે કહ્યું :
જેવા સ્વર્ગીય પિતા પૂર્ણ છેતેવા આપણે પૂર્ણ થઈએ.
૨૬.
જેમણે આપણામાં સારાં કામનો આરંભ કર્યોતે તેને સંપૂર્ણ કરતા જશે.
૨૭.
જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો.બાળકની પેઠે વિચારતો હતો.
બાળકની પેઠે સમજતો હતો ;
૨૮.
પણ મોટો થયા પછી મેં બાળકની વાતો પૂકી દીધી છે.જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
૨૯.
-
શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાંપૂર્ણયોગ નામે અષ્ટાદશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (17), by Dhanjibhai Fakirbhai
હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ.
તેવા આપણે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થઈએ.
પોતે શુદ્ધ થઈએ,
અને પ્રભુનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.
શાંતિમાં રહેવાને યત્ન કરીએ.
વિશ્વાસથી તમારાં મન પવિત્ર કરવામાં આવે છે.
તો તે ઉત્તમ કાર્યોને સારુ પવિત્ર કરેલું,
સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે
તૈયાર કરેલું પાત્ર થશે.
જે પ્રભુનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.
પરમેશ્વર તથા માણસોની પ્રત્યે હમેશાં
નિર્દોષ અંત:કરણ રાખવાને પ્રયત્ન કરીએ.
દોષિત ઠરાવે છે
તે વિશે પરમેશ્વરની આગળ આપણા અંત:કરણને
શાંત કરીશું.
અને તે સઘળું જાણે છે.
કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈ એ.
આપણો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ નિર્દોષ
રાખવામાં આવો,
પોતાની સમ્મુખ રજૂ કરો.
ઈશ્વરના નિષ્કલંક સંતાન
જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ.
ફરી પાપની અંતર્વાસના થતી નથી.
શુદ્ધને મન સઘળું શુદ્ધ છે.
તમે પવિત્ર થાઓ છો, અને
પરિણામે તમને અનંત જીવન મળે ને.
વિશુદ્ધિયોગ નામનો સપ્તદશ અધ્યાય સમાપ્ત.
૧.
શ્રદ્ધાવાન બોલ્યા :
જેણે આપણને તેડયા છે તે પ્રભુ જેવા પવિત્ર છેતેવા આપણે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થઈએ.
૨.
આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીનેપોતે શુદ્ધ થઈએ,
અને પ્રભુનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.
૩.
પ્રભુની નજરમાં નિર્દોષ તથા નિષ્કલંક થઈનેશાંતિમાં રહેવાને યત્ન કરીએ.
૪.
પ્રભુ ઈસુએ કહ્યું :
હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો ;શ્રદ્ધાવાને હર્ષથી કહ્યું :
જો જડ પવિત્ર, તો ડાળીઓ પણ પવિત્ર.૫.
પ્રભુએ કહ્યું :
તમે સત્યને આધીન રહીને તમારાં મન પવિત્ર કર્યાં છે.વિશ્વાસથી તમારાં મન પવિત્ર કરવામાં આવે છે.
૬.
જો કોઈ નીચ કર્મોથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહેતો તે ઉત્તમ કાર્યોને સારુ પવિત્ર કરેલું,
સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે
તૈયાર કરેલું પાત્ર થશે.
૭.
ત્યારે એક શ્રદ્ધાવાન બોલ્યા :
પ્રભુ આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.જે પ્રભુનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.
૮.
આપણે સંસારથી પોતાને નિષ્કલંક રાખીએ.પરમેશ્વર તથા માણસોની પ્રત્યે હમેશાં
નિર્દોષ અંત:કરણ રાખવાને પ્રયત્ન કરીએ.
૯.
જે કોઈ બાબતમાં આપણું અંત કરણ આપણનેદોષિત ઠરાવે છે
તે વિશે પરમેશ્વરની આગળ આપણા અંત:કરણને
શાંત કરીશું.
૧૦.
કારણ કે આપણા અંત:કરણ કરતાં તે મોટા છેઅને તે સઘળું જાણે છે.
૧૧.
પ્રભુ આપણા હિતને સારુ શિક્ષા કરે છે,કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈ એ.
૧૨.
શાંતિદાતા ઈશ્વર આપણને પૂરા પવિત્ર કરો, અનેઆપણો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ નિર્દોષ
રાખવામાં આવો,
૧૩.
અને પ્રભુ આપણને પવિત્ર, નિષ્કંલક તથા નિર્દોષપોતાની સમ્મુખ રજૂ કરો.
૧૪.
પ્રભુએ કહ્યું :
કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસઈશ્વરના નિષ્કલંક સંતાન
જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ.
૧૫.
એકવાર પવિત્ર થયા પછી ભક્તોનાં અંત:કરણમાંફરી પાપની અંતર્વાસના થતી નથી.
શુદ્ધને મન સઘળું શુદ્ધ છે.
૧૬.
પાપથી મુક્ત થએલા અને પ્રભુના દાસ થએલા હોવાથીતમે પવિત્ર થાઓ છો, અને
પરિણામે તમને અનંત જીવન મળે ને.
૧૭.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંવિશુદ્ધિયોગ નામનો સપ્તદશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (16), by Dhanjibhai Fakirbhai
સર્વ માણસો મોક્ષ પામે અને
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.
અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.
અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.
અને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.
હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.
બુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,
ઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.
જેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ
અને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.
કેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !
હું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.
પંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.
જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.
કૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.
પરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
પરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.
અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.
પોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.
જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.
પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.
જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.
કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.
માટે તે તેને સમજી શકતો નથી.
તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.
પણ અમને પ્રભુ ઈસુનું મન છે.
પ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.
તેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.
જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.
સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.
સદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.
ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.
પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.
પ્રભુને પરોણા રાખ્યા.
પ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.
પણ એક વાતની જરૂર છે
જે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.
અને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.
એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.
જ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.
અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.
અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.
અને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.
હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.
બુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,
ઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.
જેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ
અને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.
કેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !
હું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.
પંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.
જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.
કૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.
પરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
પરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.
અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.
પોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.
જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.
પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.
જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.
કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.
માટે તે તેને સમજી શકતો નથી.
તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.
પણ અમને પ્રભુ ઈસુનું મન છે.
પ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.
તેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.
જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.
સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.
સદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.
ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.
પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.
પ્રભુને પરોણા રાખ્યા.
પ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.
પણ એક વાતની જરૂર છે
જે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.
અને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.
એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.
જ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.
૧.
હું મનુષ્યને અનંતજીવન આપું છું,અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.
૨.
શ્રદ્ધાવાન બોલ્યા :
પ્રભુ, અમે બીજાં કોની પાસે જઈએ ?અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
૩.
પ્રભુ ઈસુ બોલ્યા :
પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી ;પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.
૪.
કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી.૫.
મારો આત્મા તમારામાં વસે છેઅને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.
૬.
સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.
૭.
ત્યારે અભ્યર્થનાભાવે શ્રદ્ધાવાને કહ્યું :
મહિમાવાન પિતા, તમારા પોતાના સંબંધીના જ્ઞાનને સારુબુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,
૮.
જેથી અમે સર્વ આધ્યાત્મિક સમજણ તથા બુદ્ધિમાંઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.
૯.
જ્ઞાનમાં તથા સર્વ વિવેકમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાયજેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ
૧૦.
અને અમારા તારણહાર તથા સ્વામીના જ્ઞાનમાં વધતા જઈએઅને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.
૧૧.
આહા ! પ્રભુ, તમારી બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિકેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !
૧૨.
મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધેહું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.
૧૩.
સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથીપંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.
૧૪.
પ્રભુને ઓળખવાથી તેમણે આપણનેજીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.
૧૫.
પ્રભુને ઓળખવાથી આપણા પરકૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.
૧૬.
પ્રભુએ કહ્યું :
જે કહે છે, કે હું પરમેશ્વરને ઓળખું છું ; પણપરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
૧૭.
જે કોઈ પાપ કરે છે તેણેપરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.
૧૮.
પોતાનાં મનની ભ્રમણામાં તે ચાલે છે ;અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.
૧૯.
તે પરમેશ્વરને વિશે જાણવાનો ડોળ કરે છે પણપોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.
૨૦.
સાવધાન રહો, રખેને તત્ત્વજ્ઞાનનો ખાલી આડંબર,જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.
૨૧.
જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યો નહિ.૨૨.
( એવું ) જ્ઞાન ગર્વિષ્ઠ કરે છે ;પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.
૨૩.
પ્રેમ પરમેશ્વરથી છે.જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.
૨૪.
સાંસારિક માણસ મારી આધ્યાત્મિક વાતોનો સ્વીકાર કરતો નથીકેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.
૨૫.
તે આધ્યાત્મિક રીતે સમજાય છે,માટે તે તેને સમજી શકતો નથી.
૨૬.
ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાત કોઈ જાણતો નથી.૨૭.
ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :
જ્ઞાનીઓથી તથા તર્કશાસ્ત્રીઓથી, પ્રભુ,તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.
૨૮.
પરમેશ્વરનું મન કોણે જાણ્યું છે ?પણ અમને પ્રભુ ઈસુનું મન છે.
૨૯.
અમે પ્રભુ તરફથી આત્મા પામ્યા છીએ, કેપ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.
૩૦.
પ્રકટીકરણથી પ્રભુએ મને મર્મ જણાવ્યો.૩૧.
જે પ્રભુએ અંધકારમાંથી તેજને પ્રકાશવાનું ફરમાવ્યુંતેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.
૩૨.
જે વાનાં આંખે જોયાં નથી અને કાને સાંભળ્યા નથી,જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.
૩૩.
પ્રભુએ કહ્યું :
જે જ્ઞાન મારી પાસેથી આવે છે તે નિર્મળ,સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.
૩૪.
જ્ઞાની જ્ઞાનથી મળેલી નમ્રતાદ્વારાસદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.
૩૫.
જે કોઈ મારું વચન સાંભળે છે અને સમજે છે અનેચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.
૩૬.
પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો.પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.
૩૭.
એક ગામમાં બે બહેનોએ પોતાને ઘેરપ્રભુને પરોણા રાખ્યા.
૩૮.
નાની બહેન પ્રભુના ચરણ આગળ બેસીનેપ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.
૩૯.
તેણે પ્રભુને કહ્યું :
પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી પૂકી છે.૪૦.
પ્રભુએ તેને કહ્યું :
તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે ;પણ એક વાતની જરૂર છે
૪૧.
અને તારી બહેને સારો ભાગ પસંદ કર્યો છેજે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.
૪૨.
ત્યારે એક શિષ્ય બોલ્યા :
આપણે જાણીએ છીએ કે પ્રભુ આવ્યા છેઅને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.
૪૩.
જે સાચો છે એનામાં આપણે છીએ.એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.
૪૪.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંજ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)
જ્ઞાનયોગ
નામ
ષોડશ અધ્યાય
પ્રભુ ઈસુ બોલ્યા :
સર્વ માણસો મોક્ષ પામે અનેનામ
ષોડશ અધ્યાય
પ્રભુ ઈસુ બોલ્યા :
સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે એવી મારી ઇચ્છા છે.
૧.
હું મનુષ્યને અનંતજીવન આપું છું,અનંતજીવન એ છે કે તેઓ મને ઓળખે.
૨.
શ્રદ્ધાવાન બોલ્યા :
પ્રભુ, અમે બીજાં કોની પાસે જઈએ ?અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
૩.
પ્રભુ ઈસુ બોલ્યા :
પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી ;પણ મેં તમને મિત્ર કહ્યા છે,
અને બધી વાતો મેં તમને જણાવી છે.
૪.
કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી.૫.
મારો આત્મા તમારામાં વસે છેઅને તમને સર્વ બાબતો વિષે શીખવે છે
અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.
૬.
સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.હું સર્વ બાબતની તમને સમજણ આપીશ.
મારી ઓળખમાં સદા વધતાં જાઓ.
૭.
ત્યારે અભ્યર્થનાભાવે શ્રદ્ધાવાને કહ્યું :
મહિમાવાન પિતા, તમારા પોતાના સંબંધીના જ્ઞાનને સારુબુદ્ધિ તથા પ્રકટીકરણનો આત્મા અમને આપો,
૮.
જેથી અમે સર્વ આધ્યાત્મિક સમજણ તથા બુદ્ધિમાંઈશ્વરી ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થઈએ.
૯.
જ્ઞાનમાં તથા સર્વ વિવેકમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાયજેથી જે શ્રેષ્ઠ છે તે અમે પારખી લઈએ
૧૦.
અને અમારા તારણહાર તથા સ્વામીના જ્ઞાનમાં વધતા જઈએઅને પ્રભુની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી અમારામાં રહે.
૧૧.
આહા ! પ્રભુ, તમારી બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિકેવી અગાધ છે !
તમારા ઠરાવો કેવા ગૂઢ. અને તમારા માર્ગો કેવા
અગમ્ય છે !
૧૨.
મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધેહું મારા સર્વ લાભને કચરું જ ગણું છું.
૧૩.
સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથીપંણ સત્યના સમર્થનને સારુ બધું કરીએ છીએ.
૧૪.
પ્રભુને ઓળખવાથી તેમણે આપણનેજીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યાં છે.
૧૫.
પ્રભુને ઓળખવાથી આપણા પરકૃપા તથા શાંતિ પુષ્કળ થાય છે.
૧૬.
પ્રભુએ કહ્યું :
જે કહે છે, કે હું પરમેશ્વરને ઓળખું છું ; પણપરમેશ્વરની આજ્ઞા પાળતો નથી
તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
૧૭.
જે કોઈ પાપ કરે છે તેણેપરમેશ્વરને જોયા નથી અને તેમને ઓળખતો નથી.
૧૮.
પોતાનાં મનની ભ્રમણામાં તે ચાલે છે ;અને તેની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને
હૃદયની કઠણતાથી જે અજ્ઞાન થાય છે તેને લીધે
ઈશ્વરીય જીવનથી તે દૂર છે.
૧૯.
તે પરમેશ્વરને વિશે જાણવાનો ડોળ કરે છે પણપોતાનાં કૃત્યોથી તેમનો નકાર કરે છે.
૨૦.
સાવધાન રહો, રખેને તત્ત્વજ્ઞાનનો ખાલી આડંબર,જે માણસોના સંપ્રદાય પ્રમાણે અને સંસારના તત્ત્વો પ્રમાણે છે,
તેનાથી કોઈ તમને ફસાવે.
૨૧.
જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યો નહિ.૨૨.
( એવું ) જ્ઞાન ગર્વિષ્ઠ કરે છે ;પણ પ્રીતિ ઉન્નતિ કરે છે.
૨૩.
પ્રેમ પરમેશ્વરથી છે.જો કોઈ પરમેશ્વર પર પ્રેમ રાખે છે
તો તે પરમેશ્વરને ઓળખે છે.
૨૪.
સાંસારિક માણસ મારી આધ્યાત્મિક વાતોનો સ્વીકાર કરતો નથીકેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે.
૨૫.
તે આધ્યાત્મિક રીતે સમજાય છે,માટે તે તેને સમજી શકતો નથી.
૨૬.
ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાત કોઈ જાણતો નથી.૨૭.
ત્યારે એક શ્રદ્ધાવાને કહ્યું :
જ્ઞાનીઓથી તથા તર્કશાસ્ત્રીઓથી, પ્રભુ,તમે એ વાતો ગુપ્ત રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે.
૨૮.
પરમેશ્વરનું મન કોણે જાણ્યું છે ?પણ અમને પ્રભુ ઈસુનું મન છે.
૨૯.
અમે પ્રભુ તરફથી આત્મા પામ્યા છીએ, કેપ્રભુએ જે વાનાં અમને આપ્યાં છે તે અમે જાણીએ.
૩૦.
પ્રકટીકરણથી પ્રભુએ મને મર્મ જણાવ્યો.૩૧.
જે પ્રભુએ અંધકારમાંથી તેજને પ્રકાશવાનું ફરમાવ્યુંતેણે આપણા હૃદયમાં પ્રકાશ કર્યો છે
જેથી પોતાના મહિમાના જ્ઞાનનો પ્રકાશ પાડે.
૩૨.
જે વાનાં આંખે જોયાં નથી અને કાને સાંભળ્યા નથી,જે બાબતો માનવીનાં મનમાં પ્રવેશ પામી નથી,
તે પ્રભુએ પોતાના આત્માથી અમને પ્રગટ કર્યાં છે.
૩૩.
પ્રભુએ કહ્યું :
જે જ્ઞાન મારી પાસેથી આવે છે તે નિર્મળ,સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજાય એવું,
દયા તથા સારાં ફળોથી ભરપૂર,
નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે.
૩૪.
જ્ઞાની જ્ઞાનથી મળેલી નમ્રતાદ્વારાસદાચરણ વડે પોતાનાં સુકૃત્યો દેખાડે.
જ્ઞાન પોતાનાં સુકૃત્યોથી યથાર્થ ઠરે છે.
૩૫.
જે કોઈ મારું વચન સાંભળે છે અને સમજે છે અનેચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે
તે ધીરજથી ફળ આપે છે.
૩૬.
પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો.પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
તમે મારી પાસે શીખો.
૩૭.
એક ગામમાં બે બહેનોએ પોતાને ઘેરપ્રભુને પરોણા રાખ્યા.
૩૮.
નાની બહેન પ્રભુના ચરણ આગળ બેસીનેપ્રભુની વાત સાંભળતી હતી,
પણ મોટી બહેન કામ ઘણું હોવાથી ગભરાઈ.
૩૯.
તેણે પ્રભુને કહ્યું :
પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી પૂકી છે.૪૦.
પ્રભુએ તેને કહ્યું :
તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે ;પણ એક વાતની જરૂર છે
૪૧.
અને તારી બહેને સારો ભાગ પસંદ કર્યો છેજે ભાગ તેની પાસેથી લઈ લેવાશે નહિ.
૪૨.
ત્યારે એક શિષ્ય બોલ્યા :
આપણે જાણીએ છીએ કે પ્રભુ આવ્યા છેઅને જે સાચો છે તેને ઓળખવા સારુ સમજણ આપી છે.
૪૩.
જે સાચો છે એનામાં આપણે છીએ.એ જ ખરો ઈશ્વર છે તથા અનંતજીવન છે.
૪૪.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંજ્ઞાનયોગ નામનો ષોડશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (15), by Dhanjibhai Fakirbhai
જેઓ આધ્યાત્મિક છે
તેઓ આધ્યાત્મિક બાબતો પર મન લગાડે છે.
તે કરવાને માટે તમે પવિત્ર યાજકો થયા છો.
તમે માન્ય અર્પણ થાઓ.
તથા પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરો.
તેમનાં નામને સત્કારનાર હોઠોનાં ફળનું અર્પણ નિત્ય
કરીએ.
કેમકે એવા યજ્ઞથી પ્રભુ બહુ સંતુષ્ટ થાય છે.
જે પ્રભુને પ્રિય છે.
ધર્મકૃત્યો કરવાથી સાવધ રહો.
ગુપ્તમાં ઈશ્વરને ઉપવાસી દેખા.
તારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે.
તારાં દાનધર્મ ગુપ્તમાં થાય.
લંગડાઓને તથા આંધળાઓને બોલાવ,
કેમકે તને બદલો આપવા તેઓની પાસે કંઈ નથી.
અને એક ગરીબ વિધવાને તેમાં બે પાઈ નાખતાં જોઈ.
એ સઘળા કરતાં વધારે દાન કર્યું છે.
કંઈક દાન આપ્યું ;
પણ આ ગરીબ વિધવાએ પોતાની તંગીમાંથી
પોતાની જે ઉપજીવિકા હતી તે બધી આપી દીધી.
સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય પોતાને સારુ મેળવો.
જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી
કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં સમાયેલું નથી.
હે ઈશ્વરભક્ત, તું તેનાથી નાસી જા.
ઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપનાર
પ્રભુ પર આશા રાખીએ.
ઉદાર તથા પરોપકારી થઈએ.
ઉદ્યોગ કરીને નબળાઓને સહાય કરવી જોઈએ.
પણ નમ્ર ભાવે દીનોની કાળજી રખો.
દરિદ્રીઓને સંભારજો.
રખેને અતિશય ખાનપાનથી તથા સાંસારિક ચિંતાથી
તમારાં મન જડ થઈ જાય.
રખેને પ્રલોભનમાં પડે.
પ્રભુને આધીન કરીએ છીએ.
તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે.
તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.
પ્રકાશે ભરેલું હોય છે.
તારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન હોય માટે
સાવધાન રહે.
તમારું બોલવું હા તે સાફ હા
અને ના તે સાફ ના હોય.
પણ જે ઉન્નતિને સારુ આવશ્યક હોય તે જ નીકળે.
તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.
હૃદયના પારખનાર પ્રભુને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
તે પોતે ન પડે માટે સાવચેત રહે.
સંયમી તાઓ.
આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે.
તેઓને ધન્ય છે.
હું મારા દેહનું દમન કરું છું
અને તેને વશ રાખું છું.
આપણો ન્યાય કરવામાં નહિ આવે.
યજ્ઞ, તપ, દાન નામનો પંચદશ અધ્યાય સમાપ્ત.
તેઓ આધ્યાત્મિક બાબતો પર મન લગાડે છે.
૧.
જે આધ્યાત્મિક યજ્ઞો ઈશ્વરને પસંદ છેતે કરવાને માટે તમે પવિત્ર યાજકો થયા છો.
૨.
પવિત્રાત્માથી પાવન થઈનેતમે માન્ય અર્પણ થાઓ.
૩.
તમારા શરીરોનું જીવંત, પવિત્રતથા પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરો.
૪.
પ્રભુને સ્તુતિરૂપ યજ્ઞ, એટલેતેમનાં નામને સત્કારનાર હોઠોનાં ફળનું અર્પણ નિત્ય
કરીએ.
૫.
ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું ભૂલીએ નહિકેમકે એવા યજ્ઞથી પ્રભુ બહુ સંતુષ્ટ થાય છે.
૬.
દાન તો સુગંધિત ધૂપ અને માન્ય અર્પણ છે,જે પ્રભુને પ્રિય છે.
૭.
પ્રભુ ઈસુ બોલ્યા :
માણસો જુએ એવા હેતુથી તેઓની આગળધર્મકૃત્યો કરવાથી સાવધ રહો.
૮.
જ્યારે તું ઉપવાસ કરે ત્યારે માણસોને નહિ પણગુપ્તમાં ઈશ્વરને ઉપવાસી દેખા.
૯.
જ્યારે તું દાન કરે ત્યારેતારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે.
તારાં દાનધર્મ ગુપ્તમાં થાય.
૧૦.
જ્યારે તું જમણ આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને,લંગડાઓને તથા આંધળાઓને બોલાવ,
કેમકે તને બદલો આપવા તેઓની પાસે કંઈ નથી.
૧૧.
પ્રભુ ઈસુએ શ્રીમંતોને ધર્મભંડારમાં દાન નાખતાં જોયા,અને એક ગરીબ વિધવાને તેમાં બે પાઈ નાખતાં જોઈ.
૧૨.
ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું :
આ ગરીબ વિધવાએએ સઘળા કરતાં વધારે દાન કર્યું છે.
૧૩.
કારણ કે સૌએ પોતપોતાની પૂંજીના નધારામાંથીકંઈક દાન આપ્યું ;
પણ આ ગરીબ વિધવાએ પોતાની તંગીમાંથી
પોતાની જે ઉપજીવિકા હતી તે બધી આપી દીધી.
૧૪.
તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો.સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય પોતાને સારુ મેળવો.
૧૫.
જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.૧૬.
દાન કરનારે ઉદારતાથી કરવું.જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી
૧૭.
સર્વ પ્રકારના લોભથી દૂર રહો ;કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં સમાયેલું નથી.
૧૮.
દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે ;હે ઈશ્વરભક્ત, તું તેનાથી નાસી જા.
૧૯.
ભક્તે કહ્યું :
આપણે દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપનાર
પ્રભુ પર આશા રાખીએ.
૨૦.
ભલું કરીએ, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવીએ,ઉદાર તથા પરોપકારી થઈએ.
૨૧.
જરૂરના ખર્ચને સારુ સારા ધંધારોજગાર કરવાનું શીખીએ.ઉદ્યોગ કરીને નબળાઓને સહાય કરવી જોઈએ.
૨૨.
પ્રભુએ કહ્યું :
મોટી મોટી બાબતો પર મન ન લગાડોપણ નમ્ર ભાવે દીનોની કાળજી રખો.
૨૩.
લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.દરિદ્રીઓને સંભારજો.
૨૪.
તમે પોતા વિશે સાવધાન રહો,રખેને અતિશય ખાનપાનથી તથા સાંસારિક ચિંતાથી
તમારાં મન જડ થઈ જાય.
૨૫.
દરેક પોતાની સંભાળ રાખેરખેને પ્રલોભનમાં પડે.
૨૬.
ભક્તે કહ્યું :
અમે દરેક વિચારને વશ કરીનેપ્રભુને આધીન કરીએ છીએ.
૨૭.
પ્રભુ ઈસુએ કહ્યું :
જો તારો જમણો હાથ તને પ્રલોભનમાં પાડે તોતેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે.
૨૮.
જો તારી જમણી આંખ તને પ્રલોભનમાં પાડે તોતેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.
૨૯.
તારી આંખ નિર્મળ હોય તો તારું શરીર પણપ્રકાશે ભરેલું હોય છે.
તારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન હોય માટે
સાવધાન રહે.
૩૦.
તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો.૩૧.
પોતાની જીભને વશ કરો.તમારું બોલવું હા તે સાફ હા
અને ના તે સાફ ના હોય.
૩૨.
તમારા મુખમાંથી કંઈ પણ મલિન વચન ન નીકળેપણ જે ઉન્નતિને સારુ આવશ્યક હોય તે જ નીકળે.
તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.
૩૩.
ભક્તે કહ્યું :
અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણહૃદયના પારખનાર પ્રભુને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
૩૪.
પ્રભુ બોલ્યા :
જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છેતે પોતે ન પડે માટે સાવચેત રહે.
૩૫.
તમારા મનની કમર બાંધીને સાવધ રહો,સંયમી તાઓ.
૩૬.
સાવધાન રહીને પ્રાર્થના કરો, કે તમે પ્રલોભનમાં ન પડો.આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે.
૩૭.
જે દાસોને ધણી આવીને જાગૃત જોશેતેઓને ધન્ય છે.
૩૮.
ભક્તે કહ્યું :
દરેક પહેલવાન સવ પ્રકારે સ્વદમન કરે છે.હું મારા દેહનું દમન કરું છું
અને તેને વશ રાખું છું.
૩૯.
જો આપણે પોતાની પરીક્ષા કરીએ તોઆપણો ન્યાય કરવામાં નહિ આવે.
૪૦.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંયજ્ઞ, તપ, દાન નામનો પંચદશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (14), by Dhanjibhai Fakirbhai
જ્યાં કંઈ તમે જશો ત્યાં
હું તમારી પાછળ આવીશ.
પક્ષીઓને માળા હોય છે
પણ મારે માથું મૂક્વાને ઠામ નથી.
અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું ?
તારું જે છે તે બધું વેચી નાખ
અને દરિદ્રીઓને આપી દે
અને પછી મારી પાછળ ચાલ.
પોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ ?
તે મારો શિષ્ય થઈ શકતો નથી.
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.
વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.
તમારી પાછળ આવ્યા છીએ.
તેણે સ્વનકાર કરવો અને
દરરોજ પોતાની શૂળી ( વધસ્તંભ ) ઊંચકીને
મારી પાછળ ચાલવું.
તે તેને ખોશે ;
પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે
તે પોતાનો જીવ બચાવશે
તો તે સજીવન પણ થાય નહિ.
તો તે એકલો રહે છે,
પણ જો તે મરી જાય તો તે ઘણાં ફળ આપે છે.
તે તેને ખુએ છે,
અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે
તે અનંત જીવનને સારુ તેને બચાવી રાખે છે.
એ આવશ્યક છે.
તે મેં પ્રભુને ખાતર ખોટરૂપ ગણ્યાં.
તેઓને કચરું જ ગણું છું,
કે જેથી હું ખ્રિસ્ત પ્રભુને પામું.
એ માટે કે જે સેવા કરવાની પ્રભુ પાસેથી મને મળી છે
તે સેના હું પૂર્ણ કરું.
તો પણ એકને જ ઇનામ મળે છે.
એમ દોડીએ કે આપણને ઇનામ મળે.
પણ ઈશ્વરપરાયણતા સર્વ રીતે ઉપયોગી છે.
આ પછીનાં જીવનનાં વરદાન તેમાં સમાયેલાં છે.
સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી.
સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી.
સઘળી વસ્તુની મને છૂટ છે, પણ હું કોઈને આધીન
થવાનો નથી.
આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેનાથી આપણે સંતોષી રહીએ.
અને પોતાનાં જે વાનાં હતાં તે
મારાં પોતાનાં છે એમ કોઈ કહેતું નહિ ;
પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.
કારણ કે તેઓ પોતાની મિલકત વેચી નાખતા,
અને દરેકની અગત્ય પ્રમાણે સર્વેને વહેંચી આપતા.
અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું
એ આપણ શક્તિમાનોની ફરજ છે.
પ્રેમથી એકબીજાનું સહન કરીએ.
તેઓ સઘળા પર સતામણી થશે જ.
મારે લીધે તમારી વિરુદ્ધ ભૂંડી વાત અસત્યતાથી કહેશે
ત્યારે તમને ધન્ય છે ;
તમે આનંદ કરો તથા હરખાઓ.
તમને ધન્ય છે.
ત્યારે જો સહન કરો છો તો તે મારી દષ્ટિમાં પ્રશંસા
પાત્ર છે.
અન્યાય વેઠીને દુ:ખ સહે છે,
તો ને મારી દષ્ટિમાં પ્રશંસા પાત્ર છે.
તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના.
તથા શિક્ષા કરું છું.
શિક્ષણને ખાતર તમારે સહન કરવું પડે છે ;
વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય.
આપણે પણ એવું જ મન રાખીને સજ્જ થઈએ.
એને લીધે હરખાઈએ.
પણ તેમની ખાતર દુ:ખ પણ સહેવું.
તે હું મારા શરીર દ્વારા પૂરી કરું છું.
કેમકે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને અને
અનુભવ આશાને જન્મ આપે છે.
પુષ્કળ આનંદ થાય છે.
ભારે દરિદ્રતા છતાં ઉદારતારૂપ સમૃદ્ધિ પુષ્કળ વધે છે.
અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.
અત્યંત વિશેષ સાર્વકાલિક ભારે મહિમા ઉત્પન્ન કરે છે.
તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું.
અને હું તને જીવનનો મુગટ આપીશ.
સમર્પણયોગ નામનો ચતુર્દશ અધ્યાય સમાપ્ત.
હું તમારી પાછળ આવીશ.
૧.
પ્રભુ ઈસુ બોલ્યા :
શિયાળને બોડ હોય છે અનેપક્ષીઓને માળા હોય છે
પણ મારે માથું મૂક્વાને ઠામ નથી.
૨.
એક ધનવાન જુવાને તેમની પાસે આવીને પૂછ્યું :અનંતજીવનનો વારસો પામવાને હું શું કરું ?
૩.
પ્રભુએ તેને કહ્યું :
તું એક વાત સંબંધી અધૂરો છે ;તારું જે છે તે બધું વેચી નાખ
અને દરિદ્રીઓને આપી દે
અને પછી મારી પાછળ ચાલ.
૪.
જો કોઈ માણસ આખી દુનિયા મેળવીનેપોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ ?
૫.
જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથીતે મારો શિષ્ય થઈ શકતો નથી.
૬.
મારાં કરતાં જે બાપ અથવા મા પરવધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.
૭.
મારા કરતાં જે દીકરાદીકરી પરવધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.
૮.
શિષ્યે કહ્યું :
જુઓ, અમે પોતાનું સર્વસ્વ મૂકીનેતમારી પાછળ આવ્યા છીએ.
૯.
પ્રભુ ઈસુ બોલ્યા :
જો કોઈ મારી પાછળ આવવા ચારે તોતેણે સ્વનકાર કરવો અને
દરરોજ પોતાની શૂળી ( વધસ્તંભ ) ઊંચકીને
મારી પાછળ ચાલવું.
૧૦.
જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છેતે તેને ખોશે ;
પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે
તે પોતાનો જીવ બચાવશે
૧૧.
જે વાવીએ છીએ તે જો મરે નહિતો તે સજીવન પણ થાય નહિ.
૧૨.
જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહિ જાયતો તે એકલો રહે છે,
પણ જો તે મરી જાય તો તે ઘણાં ફળ આપે છે.
૧૩.
જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છેતે તેને ખુએ છે,
અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે
તે અનંત જીવનને સારુ તેને બચાવી રાખે છે.
૧૪.
એક શિષ્યે કહ્યું :
પ્રભુ વધતા જાય, પણ હું ઘટતો જાઉંએ આવશ્યક છે.
૧૫.
જે વાનાં મને લાભકારક હતાંતે મેં પ્રભુને ખાતર ખોટરૂપ ગણ્યાં.
૧૬.
એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અનેતેઓને કચરું જ ગણું છું,
કે જેથી હું ખ્રિસ્ત પ્રભુને પામું.
૧૭.
હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ દરકાર કરતો નથી,એ માટે કે જે સેવા કરવાની પ્રભુ પાસેથી મને મળી છે
તે સેના હું પૂર્ણ કરું.
૧૮.
શરતમાં દોડનાર સર્વે ઇનામ મેળવવા દોડે છે,તો પણ એકને જ ઇનામ મળે છે.
૧૯.
આપણે સારુ ઠરાવેલી દોડમાં ધીરજથી દોડીએ ;એમ દોડીએ કે આપણને ઇનામ મળે.
૨૦.
ઈશ્વરપરાયણતાની કસરત કરીએ.૨૧.
શારીરિક કસરત થોડી જ ઉપયોગી છેપણ ઈશ્વરપરાયણતા સર્વ રીતે ઉપયોગી છે.
૨૨.
કારણ કે હાલના જીવનનાં તથાઆ પછીનાં જીવનનાં વરદાન તેમાં સમાયેલાં છે.
૨૩.
યુદ્ધમાં જનાર કોઈ સૈનિકસાંસારિક કામકાજમાં ગુંથાતો નથી.
૨૪.
સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉપયોગી નથી.સઘળી વસ્તુઓ ઉચિત છે, પણ સઘળી ઉન્નતિકારક નથી.
૨૫.
સઘળી વસ્તુની મને છૂટ છે, પણ સઘળી : લાભકારક નથી,સઘળી વસ્તુની મને છૂટ છે, પણ હું કોઈને આધીન
થવાનો નથી.
૨૬.
જે અવસ્થામાં હું છું તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેનાથી આપણે સંતોષી રહીએ.
૨૭.
શ્રદ્ધાળુઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું.અને પોતાનાં જે વાનાં હતાં તે
મારાં પોતાનાં છે એમ કોઈ કહેતું નહિ ;
પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.
૨૮.
તેઓમાંના કોઈને કશાની અછત નહોતી ;કારણ કે તેઓ પોતાની મિલકત વેચી નાખતા,
અને દરેકની અગત્ય પ્રમાણે સર્વેને વહેંચી આપતા.
૨૯.
અશક્તોની નિર્બળતાને સહન કરવીઅને પોતાની ખુશી પ્રમાણે ન કરવું
એ આપણ શક્તિમાનોની ફરજ છે.
૩૦.
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીનેપ્રેમથી એકબીજાનું સહન કરીએ.
૩૧.
પ્રભુ બોલ્યા :
જેઓ પ્રભુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છેતેઓ સઘળા પર સતામણી થશે જ.
૩૨.
જ્યારે લોકો તમારી નિંદા કરશે, પૂઠે લાગશે,મારે લીધે તમારી વિરુદ્ધ ભૂંડી વાત અસત્યતાથી કહેશે
ત્યારે તમને ધન્ય છે ;
તમે આનંદ કરો તથા હરખાઓ.
૩૩.
જો તમે ધર્મપરાયણતાને લીધે સહન કરો છો તોતમને ધન્ય છે.
૩૪.
સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છોત્યારે જો સહન કરો છો તો તે મારી દષ્ટિમાં પ્રશંસા
પાત્ર છે.
૩૫.
જો કોઈ માણસ મારા તરફના ભક્તિભાવને લીધેઅન્યાય વેઠીને દુ:ખ સહે છે,
તો ને મારી દષ્ટિમાં પ્રશંસા પાત્ર છે.
૩૬.
સ્વામીના સારા સૈનિક તરીકે દુ:ખ સહન કર.તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના.
૩૭.
જેટલા પર હું પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું,તથા શિક્ષા કરું છું.
શિક્ષણને ખાતર તમારે સહન કરવું પડે છે ;
વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય.
૩૮.
એક શિષ્યે કહ્યું :
પ્રભુએ આપણે માટે દેહમાં સહ્યું છે માટેઆપણે પણ એવું જ મન રાખીને સજ્જ થઈએ.
૩૯.
ખ્રિસ્ત પ્રભુના દુ:ખોના આપણે ભાગીદાર છીએએને લીધે હરખાઈએ.
૪૦.
ખ્રિસ્ત પ્રભુ પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહિપણ તેમની ખાતર દુ:ખ પણ સહેવું.
૪૧.
પ્રભુ ઈસુના સંકટોની જે ન્યૂનતા હોયતે હું મારા શરીર દ્વારા પૂરી કરું છું.
૪૨.
આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ.કેમકે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને અને
અનુભવ આશાને જન્મ આપે છે.
૪૩.
વિપત્તિથી ભારે કસોટી થયા છતાંપુષ્કળ આનંદ થાય છે.
ભારે દરિદ્રતા છતાં ઉદારતારૂપ સમૃદ્ધિ પુષ્કળ વધે છે.
૪૪.
જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે તોપણઅમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.
૪૫.
અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારુઅત્યંત વિશેષ સાર્વકાલિક ભારે મહિમા ઉત્પન્ન કરે છે.
૪૬.
પ્રભુ બોલ્યા :
તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા,તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું.
૪૭.
તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહેઅને હું તને જીવનનો મુગટ આપીશ.
૪૮.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંસમર્પણયોગ નામનો ચતુર્દશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (13), by Dhanjibhai Fakirbhai
પહેલું પ્રાણિક
અને પછી અધ્યાત્મિક.
બીજો પુરુષ સ્વર્ગથી પ્રભુ છે.
તેવા જ જેઓ મૃતિકાના છે તેઓ છે.
તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
અંતિમ પરમપુરુષ પ્રભુ ખ્રિસ્ત જીવન પ્રદાયક આત્મા થયા.
અને પાપથી મૃત્યુ.
તેથી સઘળાં માણસમાં મૃત્યુતો પ્રસાર થયો.
તેઓ શાશ્વત જીવનમાં રાજ કરશે.
તેમાંથી આપણને કાપી કાઢવામાં આવ્યા,
અને આપણે સારા જૈતુનની રસભરી જડના સહભાગી થયા.
આપણે પ્રભુના શરીરના અવયવો છીએ.
તેઓ મારામાં રહે છે અને હું તેમનામાં રહું છું.
પ્રભુએ પોતાની સંગતમાં આપણને સજીવન કર્યા.
પરંતુ પ્રભુના સંબંધમાં જીવંત છીએ.
( શરીર વાસનાઓ મૃત છે, પણ )
આત્મા જીવંત છે.
હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે.
જેથી પ્રભુનું જીવન અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે.
પ્રભુની સાથે જીવંત એકતામાં રહીએ
આપણું જીવન પ્રભુમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.
આપણે પ્રભુના સ્વભાવના ભાગીદાર છીએ.
પ્રભુનો મહિમા છીએ.
પવિત્રતા અને ઉદ્ધાર થયા છે.
તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી.
આપણે તેમનામાં સંપૂર્ણ થયા છીએ.
મારો મહિમા મેં તમને આપ્યો છે.
અને આપણે તેમનામાં મહિમાવાન થઈ એ.
એ આપણા મહિમાની આશા છે.
પરમપુરુષયોગ નામનો ત્રયોદશ અધ્યાય સમાપ્ત.
અને પછી અધ્યાત્મિક.
૧.
પહેલો પુરુષ પૃથ્વીમાંથી પૃતિકાનો છે ;બીજો પુરુષ સ્વર્ગથી પ્રભુ છે.
૨.
જેવો પ્રથમ પુરુષ મૃતિકાનો છે,તેવા જ જેઓ મૃતિકાના છે તેઓ છે.
૩.
જેવો સ્વર્ગીય પુરુષ હું છુંતેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
૪.
ભક્તે કહ્યું :
પ્રથમ આદિ પિતામહ સજીવ પ્રાણી થયા,અંતિમ પરમપુરુષ પ્રભુ ખ્રિસ્ત જીવન પ્રદાયક આત્મા થયા.
૫.
આદિ પિતામહથી જગતમાં પાપ પેઠુંઅને પાપથી મૃત્યુ.
૬.
સઘળાંએ પાપ કર્યુંતેથી સઘળાં માણસમાં મૃત્યુતો પ્રસાર થયો.
૭.
એ આદિપિતામહ પરમપુરુષના પ્રતીકરૂપ હતા.૮.
આદિપિતાથી પાપને લીધે મૃત્યુએ રાજ કર્યું ;૯.
તેમ પરમપુરુષથી જેઓ કૃપા અને ન્યાયીપણાનું દાન પામે છેતેઓ શાશ્વત જીવનમાં રાજ કરશે.
૧૦.
જે જૈતુન વૃક્ષ કુદરતથી જંગલી હતુંતેમાંથી આપણને કાપી કાઢવામાં આવ્યા,
૧૧.
અને સારા જૈતુન વૃક્ષમાં કલમરૂપે મેળવવામાં આવ્યા ;અને આપણે સારા જૈતુનની રસભરી જડના સહભાગી થયા.
૧૨.
આપણે ખ્રિસ્ત પ્રભુના ભાગીદાર થયા છીએ.આપણે પ્રભુના શરીરના અવયવો છીએ.
૧૩.
પ્રભુ ઈસુ બોલ્યા :
હું તેમને જીવન આપું છું.તેઓ મારામાં રહે છે અને હું તેમનામાં રહું છું.
૧૪.
ભક્તે કહ્યું :
આપણે પાપમાં તથા અપરાધોમાં મૃત હતા ત્યારેપ્રભુએ પોતાની સંગતમાં આપણને સજીવન કર્યા.
૧૫.
આપણે પાપના સંબંધમાં મૃતપરંતુ પ્રભુના સંબંધમાં જીવંત છીએ.
૧૬.
ખ્રિસ્ત પ્રભુ આપણામાં છે તો( શરીર વાસનાઓ મૃત છે, પણ )
આત્મા જીવંત છે.
૧૭.
પ્રભુ પ્રત્યે જીવવાને હું મૂઓ.હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે.
૧૮.
પ્રભુને ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએજેથી પ્રભુનું જીવન અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે.
૧૯.
આપણે જેમ પ્રભુને સ્વીકાર્યા છે તેમપ્રભુની સાથે જીવંત એકતામાં રહીએ
૨૦.
ખ્રિસ્ત પ્રભુ આપણું જીવન છે.આપણું જીવન પ્રભુમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.
૨૧.
આપણને પ્રભુમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે.આપણે પ્રભુના સ્વભાવના ભાગીદાર છીએ.
૨૨.
આપણે પ્રભુની પ્રતિમા તથાપ્રભુનો મહિમા છીએ.
૨૩.
પ્રભુ આપણે સારુ જ્ઞાન, પુણ્ય,પવિત્રતા અને ઉદ્ધાર થયા છે.
૨૪.
હું જે છું તે પ્રભુની કૃપાથી છું ;તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી.
૨૫.
પ્રભુમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા પૂર્તિમાન છે, અનેઆપણે તેમનામાં સંપૂર્ણ થયા છીએ.
૨૬.
પ્રભુએ કહ્યું :
હું તમારામાં મહિમાવાન થયો છું.મારો મહિમા મેં તમને આપ્યો છે.
૨૭.
ભક્તે કહ્યું :
પ્રભુ ઈસુનું નામ આપણામાં મહિમાવાન થાય ;અને આપણે તેમનામાં મહિમાવાન થઈ એ.
૨૮.
ખ્રિસ્ત પ્રભુ આપણામાંએ આપણા મહિમાની આશા છે.
૨૯.
-
શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાંપરમપુરુષયોગ નામનો ત્રયોદશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (12), by Dhanjibhai Fakirbhai
માણસોને જીવન મળે અને વિપુલ જીવન મળે
માટે હું આવ્યો છું.
ઐશ્વર્યને પકડી રાખવાનું તમે ઇચ્છ્યું નહિ,
એટલે માણસના રૂપમાં આવીને
પોતાને ખાલી કર્યા.
ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારું પોતાનો પ્રાણ આપે છે.
માણસોને છોડાવી લેવા સારુ મારો પ્રાણ આપવાને
હું આવ્યો છું.
અને મારું રક્ત તેમનાં પાપોની માફીને અર્થે
વહેવડાવવામાં આવે છે.
જે જગતનું પાપ હરણ કરે છે.
તે પાપ હરણ કરવાને પ્રગટ થયા.
અને પાપથી મરણ પેઠું.
અને સર્વમાં મરણનો પ્રસાર થયો,
અને સર્વ માણસને દંડાજ્ઞા થઈ.
દરેક પોતાને માર્ગે વળી ગયો.
એ માટે કે આપણે ઈશ્વરીય પુણ્યશીલતારૂપ થઈ એ.
અને આપણી ખાતર સ્વાર્પણ કરીને
પોતાનું બલિદાન આપ્યું.
તેમણે પોતાનું બલિદાન આપ્યું.
અને આપણા પાપનું પ્રાયશ્ચિત્ત થયા.
તેમણે ઘણાંઓના પાપ પોતે માથે લીધાં
અને અપરાધીઓને સારુ મધ્યસ્થતા કરી.
તેમનાં ન્યાયીકૃત્યથી સર્વ માણસોને
જીવનરૂપ ન્યાયીપણું પ્રાપ્ત થયું છે.
આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને તેમણે શિક્ષા વેઠી.
દોષ રહિત બલિદાન આપ્યું.
પાપ અર્થે અર્પણ થઈને
પોતાના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી.
પોતાનો પ્રેમ પ્રકટ કરો છો.
સઘળા માણસોના ઉદ્ધારને શારુ આત્મસમર્પણ કર્યું.
સારા માણસને સારુ કોઈક કદાપિ મરવાની હિમ્મત કરે,
અમો અધર્મીઓને સારુ તમે મરણ સહ્યું.
અને અમારાં પાપોને સારુ તમે બલિદાન આપ્યું.
તે આપણે વાસ્તે પાપરૂપ થયા.
પોતે આપણા પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું
અને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા.
પાપની દરગુજર વિષે તે પોતાનું ઇન્સાફીપણું દર્શાવે,
કે પોતે ન્યાયી રહીને વિશ્વાસ કરનારને નિર્દોષ ઠરાવે.
નિરપરાધી ઠરે છે.
તે અપરાધી નહિ ઠરશે.
તેમના અનુગ્રહની સંપત્તિ પ્રમાણે
આપણને અપરાધની ક્ષમા મળે છે.
તેમને સંપૂર્ણ ઉદ્ધારવાને તમે સમર્થ છો.
આપણાં પાપ માફ કરવા તથા
આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને
પ્રભુ વિશ્વાસુ તથા ન્યાયી છે.
આપણા હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધા રાખીએ
તો મોક્ષ પામીશું.
પોતાનાં બલિદાન વડે તેમણે
આપણને આપણા પાપથી મુક્ત કર્યા.
જેઓ ખ્રિસ્ત પ્રભુમાં છે તેમને દંડાજ્ઞા નથી.
પાપો દૂર કરવાને કદી પણ સમર્થ નથી.
આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
સદાકાળને સારુ કર્યું છે.
એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.
એક નવો તથા જીવંત માર્ગ ઉઘાડયો છે.
તેમાં થઈને પવિત્રસ્થાનમાં પ્રવેશ કરીએ.
જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે
પોતાને સારુ ખાસ પ્રજા, તથા
સર્વ સત્કર્મ કરવાને આતુર, એવા તૈયાર કરે.
પણ આપણે સારૂ પોતાને સમર્પી દીધા,
બધું કેમ મહિ ઓપે ?
તથાસ્તુ, તથાસ્તુ.
બલિદાનયોગ નામનો દ્વાદશ અધ્યાય સમાપ્ત.
માટે હું આવ્યો છું.
૧.
ભક્ત બોલ્યા :
પ્રભુ ઈસુ, તમે ઈશ્વર છતાંઐશ્વર્યને પકડી રાખવાનું તમે ઇચ્છ્યું નહિ,
૨.
પણ દાસનું રૂપ ધારણ કરીનેએટલે માણસના રૂપમાં આવીને
પોતાને ખાલી કર્યા.
૩.
પ્રભુ ઈસુ બોલ્યા :
હું ઉત્તમ ઘેટાંપાળક છું :ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારું પોતાનો પ્રાણ આપે છે.
માણસોને છોડાવી લેવા સારુ મારો પ્રાણ આપવાને
હું આવ્યો છું.
૪.
મારું શરીર માણસોને માટે વધેરાયું છે,અને મારું રક્ત તેમનાં પાપોની માફીને અર્થે
વહેવડાવવામાં આવે છે.
૫.
ત્યારે ભક્તે પ્રભુનો નિર્દેષ કરીને કહ્યું :
જુઓ ઈશ્વરીય પુરુષજે જગતનું પાપ હરણ કરે છે.
૬.
જે નિષ્કલંક તથા નિર્દોષ છે, જે પોતે નિષ્પાપ છે,તે પાપ હરણ કરવાને પ્રગટ થયા.
૭.
એક માણસથી જગતમાં પાપ પેઠું,અને પાપથી મરણ પેઠું.
૮.
સઘળાંએ પાપ કર્યુંઅને સર્વમાં મરણનો પ્રસાર થયો,
અને સર્વ માણસને દંડાજ્ઞા થઈ.
૯.
આપણે સર્વ ભટકી ગયાં,દરેક પોતાને માર્ગે વળી ગયો.
૧૦.
અને જેમણે પાપ જાણ્યું ન હતું તે આપણે વાસ્તે પાપરૂપ થયાએ માટે કે આપણે ઈશ્વરીય પુણ્યશીલતારૂપ થઈ એ.
૧૧.
પ્રભુ ખ્રિસ્તે આપણા પર પ્રીતિ કરીઅને આપણી ખાતર સ્વાર્પણ કરીને
પોતાનું બલિદાન આપ્યું.
૧૨.
સઘળાં માણસોના ઉદ્ધાર સારુતેમણે પોતાનું બલિદાન આપ્યું.
૧૩.
આપણ સર્વનાં પાપનો ભાર તેમણે લીધોઅને આપણા પાપનું પ્રાયશ્ચિત્ત થયા.
૧૪.
પ્રભુ પોતે અપરાધીમાં ગણાયા,તેમણે ઘણાંઓના પાપ પોતે માથે લીધાં
અને અપરાધીઓને સારુ મધ્યસ્થતા કરી.
૧૫.
તેમનાં આજ્ઞાપાલનથી ઘણાં મનુષ્યો ન્યાયી ઠરે છે.તેમનાં ન્યાયીકૃત્યથી સર્વ માણસોને
જીવનરૂપ ન્યાયીપણું પ્રાપ્ત થયું છે.
૧૬.
આપણાં પાપને લીધે તે વિંધાયા,આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને તેમણે શિક્ષા વેઠી.
૧૭.
સનાતન આત્માથી તેમણે પોતાના પંડનુંદોષ રહિત બલિદાન આપ્યું.
૧૮.
પોતે પાપી દેહની સમાનતામાં આવીને અનેપાપ અર્થે અર્પણ થઈને
પોતાના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી.
૧૯.
પછી ભક્ત પ્રભુને કહેવા લાગ્યો :
હે સ્વામી, એમ કરવામાં તમે અમારા પરપોતાનો પ્રેમ પ્રકટ કરો છો.
૨૦.
પોતાના બલિદાનથી પાપને દૂર કરવાને તમે પ્રગટ થયા, અનેસઘળા માણસોના ઉદ્ધારને શારુ આત્મસમર્પણ કર્યું.
૨૧.
ધર્મપરાયણ માણસને સારુ ભાગ્યે કોઈ મરે.સારા માણસને સારુ કોઈક કદાપિ મરવાની હિમ્મત કરે,
૨૨.
પરંતુ અમે નિર્બળ હતા ત્યારેઅમો અધર્મીઓને સારુ તમે મરણ સહ્યું.
૨૩.
વધસ્તંભ પર પોતાના શરીરમાં તમે અમારાં પાપ માથે લીધાંઅને અમારાં પાપોને સારુ તમે બલિદાન આપ્યું.
૨૪.
પછી ભક્તે શ્રદ્ધાવાનોતે કહ્યું :
જેમણે પાપ જાણ્યું નહોતુંતે આપણે વાસ્તે પાપરૂપ થયા.
૨૫.
ન્યાયીએ અન્યાયી જનોને બદલે દુ:ખ સહ્યું૨૬.
પ્રભુ ઈસુ જે ન્યાયી છે તેમણેપોતે આપણા પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું
અને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા.
૨૭.
તે પોતે પ્રાયશ્ચિત્ત થયા જેથીપાપની દરગુજર વિષે તે પોતાનું ઇન્સાફીપણું દર્શાવે,
કે પોતે ન્યાયી રહીને વિશ્વાસ કરનારને નિર્દોષ ઠરાવે.
૨૮.
હરેક વિશ્વાસ કરનાર તેમનાદ્વારાનિરપરાધી ઠરે છે.
૨૯.
પ્રભુ ઈસુ બોલ્યા :
જે મારા પર વિશ્વાસ કરે છેતે અપરાધી નહિ ઠરશે.
૩૦.
એક શ્રદ્ધાવાને કહ્યું :
પ્રભુ ઈસુના પ્રાયશ્ચિત્તદ્વારાતેમના અનુગ્રહની સંપત્તિ પ્રમાણે
આપણને અપરાધની ક્ષમા મળે છે.
૩૧.
પ્રભુ ઈસુ જેઓ તમારે શરણે આવે છેતેમને સંપૂર્ણ ઉદ્ધારવાને તમે સમર્થ છો.
૩૨.
જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ તોઆપણાં પાપ માફ કરવા તથા
આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને
પ્રભુ વિશ્વાસુ તથા ન્યાયી છે.
૩૩.
જો આપણે ખ્રિસ્તને પ્રભુ તરીકે કબૂલ કરીએ અનેઆપણા હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધા રાખીએ
તો મોક્ષ પામીશું.
૩૪.
તેમણે આપણા પર પ્રેમ કર્યો અનેપોતાનાં બલિદાન વડે તેમણે
આપણને આપણા પાપથી મુક્ત કર્યા.
૩૫.
તેમના બલિદાનદ્વારા આપણને પાપની ક્ષમા મળી છે.જેઓ ખ્રિસ્ત પ્રભુમાં છે તેમને દંડાજ્ઞા નથી.
૩૬.
હોમયજ્ઞો, અર્પણોપાપો દૂર કરવાને કદી પણ સમર્થ નથી.
૩૭.
તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથીઆપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
૩૮.
એમણે તો પાપોને માટે એક બલિદાનસદાકાળને સારુ કર્યું છે.
૩૯.
જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણેએક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.
૪૦.
ભક્તે શ્રદ્ધાળુઓને કહ્યું :
ભાઈ ઓ પ્રભુએ આપણે સારુ પોતાના શરીરમાં થઈ નેએક નવો તથા જીવંત માર્ગ ઉઘાડયો છે.
તેમાં થઈને પવિત્રસ્થાનમાં પ્રવેશ કરીએ.
૪૧.
તેમણે આપણે અર્થે પોતાનું સ્વાર્પણ કર્યુંજેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે
૪૨.
અને આપણને પવિત્ર કરીનેપોતાને સારુ ખાસ પ્રજા, તથા
સર્વ સત્કર્મ કરવાને આતુર, એવા તૈયાર કરે.
૪૩.
તેમણે પોતાને પાછા રાખ્યા નહિપણ આપણે સારૂ પોતાને સમર્પી દીધા,
૪૪.
તો આપણને કૃપા કરીને પોતાની સાથેબધું કેમ મહિ ઓપે ?
૪૫.
બધાએ કહ્યું :
આપણા પરમેશ્વર પિતાને સર્વકાળ મહિમા હો,તથાસ્તુ, તથાસ્તુ.
૪૬.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંબલિદાનયોગ નામનો દ્વાદશ અધ્યાય સમાપ્ત.
Hriday Gita (11), by Dhanjibhai Fakirbhai
Previous < Chapter > Next
કર્મબંધન અને અનુગ્રહ
નામ
એકાદશ અધ્યાય
રસ્તે જતાં, એક જન્મથી આંધળાં માણસને
જોઈને શિષ્યોએ પૂછ્યું:
પ્રભુ, જે પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યોકર્મબંધન અને અનુગ્રહ
નામ
એકાદશ અધ્યાય
રસ્તે જતાં, એક જન્મથી આંધળાં માણસને
જોઈને શિષ્યોએ પૂછ્યું:
તે પાપ કોણે કર્યું ?
એણે પોતે અથવા એનાં માબાપે ?
૧.
પ્રભુ ઈસુ બોલ્યા :
એણે અથવા એના માબાપે પાપ કર્યું તેથી નહિ ;પણ પરમેશ્વરનું કામ ( ચમત્કૃતિ ) એનામાં પ્રગટ થાય
તે માટે એમ થયું.
૨.
હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.૩.
એમ બોલીને પ્રભુ ઈસુએ કાદવ બનાવીનેઆંધળાની આંખ પર ચોપડ્યો અને તે દેખતો થયો.
૪.
પ્રભુ બોલ્યા :
જે અઢાર માણસો પર બુરજ પડ્યો અને તેમને મારી નાખ્યા તેઓ શહેરના બીજા સર્વે રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા
એમ તમે ધારો છો શું ?
હું તમને કહું છું, કે ના.
૫.
સઘળાંએ પાપ કર્યું છેઅને ઈશ્વર આગળ સઘળાં અધૂરાં રહે છે.
૬.
મારામાં પાપ નથી એમ જો કોઈ કહેતો તે પોતાને ઠગે છે અને તેનામાં સત્ય નથી.
૭.
આ સાંભળી એક શિષ્યે કહ્યું :
ભૂંડા કામ કરનારની વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય સત્યાનુસાર છે.૮.
જે પાપ કરે છે તે નિયમનું ઉલ્લંઘન કરનાર તરીકેનિયમથી અપરાધી ઠરે છે.
૯.
નિયમદ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે,નિયમ વડે પાપ વિશેષ પાપિષ્ઠ દેખાય છે.
૧૦.
નિયમના સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી,પણ નિયમ પાળનારા ન્યાયી ઠરે છે.
૧૧.
નિયમશાસ્ત્રમાં જે બધી આજ્ઞાઓ છેતે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.
૧૨.
તો નિયમથી ઈશ્વર આગળ કોઈ માણસ ન્યાયી ઠરતું નથી એ સ્પષ્ટ છે.
૧૩.
આથી દરેક મોં બંધ થાય છેઅને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે છે.
૧૪.
આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે ;નિયમ આધ્યાત્મિક છે ;
પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું ;
૧૫.
સારું કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.મારામાં જે પાપ વસે છે તે તે કરે છે.
૧૬.
પ્રભુએ કહ્યું :
નિયમની પાછળ લાગુ રહ્યા છતાંમનુષ્યો નિયમને પહોંચી શક્યા નહિ.
૧૭.
પોતાની પુણ્યશીલતાને સ્થાપન કરવાનો પ્રયત્ન કરીનેમાણસો ઈશ્વરની પુણ્યશીલતાને આધીન થયા નહિ.
૧૮.
તેઓ શ્રદ્ધાથી નહિ પણ જાણે કેકરણીઓથી તે પ્રાપ્ત કરવાનું શોધતા હતા.
૧૯.
ભક્તે કહ્યું :
વિધિનિષેધ અનુસારનાં કર્મોથીકોઈ માણસ નિરપરાધી ઠરતો નથી.
૨૦.
જો કોઈ કરણીઓથી ન્યાયી ઠર્યો હોયતો તેને વડાઈ કરવાનું કારણ છે.
૨૧.
કેમકે કામ કરનારને જે વેતન મળે છેતે કૃપાંરૂપે ગણાતું નથી પણ હકરૂપે ગણાય છે.
૨૨.
પણ મોક્ષ કરણીઓ વડે નથીરખે કોઈ અભિમાન કરે.
૨૩.
ત્યારે પ્રભુએ એ જાહેર કર્યું :
મારી જે કૃપા સઘળાં માણસોની મુક્તિ કરે છેતે પ્રગટ થઈ છે.
૨૪.
આ સાંભળી ભક્તે કહ્યું :
આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાતથા મનુષ્યો પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રગટ થયાં
ત્યારે આપણે પોતે કરેલાં ધાર્મિક્તાનાં કર્મોથી નહિ
પણ તેમની દયા વડે આપણો ઉદ્ધાર કર્યો.
૨૫.
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ( ધાર્મિક ) ઠરીનેઅનં તજીવનના વારસ થયા.
૨૬.
જેઓ નિયમ પાલનથી ન્યાયી ઠરવા ચાહે છેતેઓ કૃપાથી વિમુખ થયા છે.
૨૭.
અમે પોતે કરેલાં કર્મ પર નહિ પણઅનુગ્રહ કરનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ.
૨૮.
મોક્ષ આપણા પોતાથી નથી પણ પરમેશ્વરનું દાન છે,જેથી કોઈ મનુષ્ય પરમેશ્વરની આગળ અભિમાન કરે નહિ.
૨૯.
તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું ? તેનું સ્થાન નથી.કેમકે ઈશ્વરાનુગ્રહથી શ્રદ્ધાદ્વારા ઉદ્ધાર થાય છે.
૩૦.
જો અનુગ્રહથી થયું, તો તે કરણીઓથી થયું નથી.નહિ તો અનુગ્રહ તે અનુગ્રહ કહેવાય જ નહિ.
૩૧.
જે માણસને પરમેશ્વર કરણીઓ વગર ન્યાયી ગણે છેઅને જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તેને ધન્ય છે.
૩૨.
ફરી પ્રભુએ કહ્યું :
તમારે વાસ્તે મારો અનુગ્રહ બસ છે.૩૩.
ભક્ત બોલ્યા :
બહુ સાવધ રહીએરખે કોઈ ઈશ્વરકૃપા પામ્યા વગર રહી જાય.
૩૪.
હું પરમેશ્વરના અનુગ્રહને નિષ્ફળ કરવા ઇચ્છતો નથી.૩૫.
આપણી કરણીઓ પ્રમાણે નહિ પણપોતાની જ કૃપા પ્રમાણે પ્રભુએ આપણને તાર્યા.
૩૬.
તે વરદાન કૃપાદ્વારા થાય માટેતે વરદાન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે.
૩૭.
એ કૃપામાં આપણે વિશ્વાસથી પ્રવેશ પામીએ છીએ.આત્માની મુક્તિ એ વિશ્વાસનું ફળ છે.
૩૮.
પ્રભુ ઈસુ અનુગ્રહથી ભરપૂર છેઅને આપણ સર્વે તેમની ભરપૂરીમાંથી
અનુગ્રહ પર અનુગ્રહ પામ્યા છીએ.
૩૯.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંકર્મબંધન અને અનુગ્રહ નામનો એકાદશ અધ્યાય સમાપ્ત.
Subscribe to:
Posts (Atom)