તેના ખેડનારને સારુ ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે
તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
૧.
પણ જે ભૂમિમાં કાંટા તથા ઝાંખરા ઊગે છેતે નાપસંદ થાય છે, તે શાપિત થયેલી છે અને
પરિણામે બાળી નં ખાવાની છે.
૨.
હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છેઅને અગ્નિમાં ફેં કાય છે.
૩.
એક ભક્તે કહ્યું :
કલ્યાણ કરતાં તથા આકાશથી ફળવંત ઋતુઓ આપતાં અનેઅન્નથી તથા આનંદથી આપણાં મન તૃપ્ત કરતાં
પ્રભુ પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
૪.
પરમેશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા તરફ પ્રેરે છે,એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની,
સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને
તું તુચ્છ ગણે છે ?
૫.
તે જગતમાં હતા અને જગત તેમનાથી ઉત્પન્ન થયું ;તોપણ જગતે તેમને ઓળખ્યા નહિ.
૬.
તે પોતાના લોકોની પાસે આવ્યા પણપોતાનાંઓએ તેમનો અંગીકાર કર્યો નહિ.
૭.
કઠણ તથા પશ્ચાત્તાપરહિત અંત:કરણ પ્રમાણે તારાપોતાને સારુ
ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટ થવાના દિવસે થનાર મહા
કોપનો સંગ્રહ કરે છે ?
૮.
પ્રભુએ કહ્યું :
દરેકના અંત:કરણમાં નિયમ લખેલો છે અનેતેઓની પ્રેરકબુદ્ધિ એ વિશે સાક્ષી આપે છે.
૯.
શ્રદ્ધાવાને કહ્યું :
પ્રભુ અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અનેહૃદયની ધારણાઓ પણ પ્રગટ કરશે.
૧૦.
જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છેતેઓના સર્વ અધર્મીપણા તથા દુષ્ટતા પર
સ્વર્ગથી ઈશ્વરનો કોપ પ્રગટ થપેલો છે
૧૧.
જેઓએ પોતાના મોક્ષને અર્થેપ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નથી ;
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ
અધર્મમાં આનંદ માન્યો,
તે સર્વને દોષિત ઠરાવવામાં આવશે.
૧૨.
જેઓ પ્રભુને ઓળખતા નથી અનેતેમના શુભ સંદેશાને માનતા નથી
તેઓ પ્રભુની હજૂરમાંથી દૂર રહેવાની શિક્ષા એટલે
અનંતકાળનો નાશ ભોગવશે.
૧૩.
મહાન ઉદ્ધાર વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું ?જીવંત પરમેશ્વરના હાથમાં પડવું ભયંકર છે.
૧૪.
કેમકે સત્યનું જ્ઞાન થયા પછી જોઆપણે જાણીજોઈને પાપ કરીએ તો પછી
ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા
ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલાં છે.
૧૫.
જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી ત્યારેપ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે.
૧૬.
પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી.પરંતુ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાત્તાપ કરે
એવું ઇચ્છીને પ્રભુ આપણા વિષે ધીરજ રાખે છે.
૧૭.
નાશને યોગ્ય થયેલા કોપના પાત્રનુંપ્રભુએ ઘણી સહનશીલતાથી સહન કર્યું.
પ્રભનું ધૈર્ય એ ઉદ્ધાર છે એમ માનીએ.
૧૮.
હમણાનાં આકાશ તથા પૃથ્વી અધર્મી માણસોનાનાશના દિવસ સુધી આળવાને સારુ તૈયાર રાખેલાં છે.
૧૯.
તે વખતે આકાશો મોટી ગર્જનાસહિત જતા રહેશે અનેતત્ત્વો અગ્નિથી પીગળી જશે અને
પૃથ્વી તથા તે પરની કૃતિઓ બાળી નંખાશે.
૨૦.
આ સર્વ લય પામનાર છે,માટે પવિત્ર આચરણમાં તથા ભક્તિભાવમાં આપણે
કેવા થવું જોઈએ ?
૨૧.
પરમેશ્વરની મહેરબાની તેમ જ તેમની સખતાઈ પણ જોગર્વિષ્ઠ ન થા, પણ બીક રાખ.
૨૨.
પ્રભુએ કહ્યું :
પ્રભુ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે,પણ નમ્ર જનો પર કૃપા રાખે છે,
માટે તમે મને આધીન થાઓ.
૨૩.
શ્રદ્ધાવાને કહ્યું :
હે સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર,તમારાં કામો મહાન તથા અદભુત છે.
૨૪.
હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે ?
૨૫.
પ્રભુએ કહ્યું :
નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે ;તે તરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે.
૨૬.
શ્રદ્ધાવાને કહ્યું :
હે પ્રભુ, આવનાર કોપથી અમને બચાવનારતમે જ છો.
૨૭.
પ્રભુ બોલ્યા :
કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છેતેનાથી હું તને બચાવીશ.
૨૮.
કારણ કે તમને કોપને સારુ નહિ પણમારા દ્વારા ઉદ્ધારને સારુ નિર્માણ કર્યા છે.
૨૯.
-
શ્રી હૃદયગીતા નામે આદ્યાત્મ વિદ્યામાંપ્રલય નામનો દ્વાવિંશ અદ્યાય સમાપ્ત.
No comments:
Post a Comment