Saturday, March 25, 2006

Hriday Gita (3), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

શ્રદ્ધાયોગ
નામ
તૃતીય અધ્યાય


એક શ્રદ્ધાવાને કહ્યું :

શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન કરવાનું બની શકતું નથી.

૧.

પ્રભુએ કહ્યું :

મારો ભક્ત વિશ્વાસથી જીવશે.

૨.

બે આંધળા પ્રભુ ઈસુની પાસે આવ્યા અને બોલ્યા :
પ્રભુ અમારા પર દયા કરો.

૩.

પ્રભુએ પૂછ્યું :

હું તમારે વાસ્તે શું કરું,
એ વિષે તમારી શી ઇચ્છા છે ?

૪.

તેઓએ કહ્યું :

પ્રભુ, અમારી આંખો ઊઘડી જાય.

૫.

પ્રભુએ તેઓને કહ્યું :

હું એ કરી શકું એવો તમને વિશ્વાસ છે ?

૬.

આંધળાઓએ કહ્યું :

હા પ્રભુ.

૭.

ત્યારે પ્રભુને દયા આવી
અને તેમની આંખોને અડકીને કહે છે :
તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.

૮.

અને તરત તેઓ દેખતા થયા અને પ્રભુની પાછળ ચાલ્યા.

૯.

પ્રભુ બોલ્યા :

જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય
માટે હું આ જગતમાં આવ્યો છું.

૧૦.

અંધારામાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે
તે તે જાણતો નયી.

૧૧.

હું જગતની જ્યોતિ છું.
જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહિ ચાલશે,
પણ જીવનનો પ્રકાશ પામશે.

૧૨.

જે કોઈ મારા મર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે,
માટે હું પ્રકાશરૂપે આવ્યો છું.

૧૩.

જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે
ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો
જેયી તમે પ્રકાશપુત્ર થાઓ.

૧૪.

એક સ્ત્રીને બાર વરસથી લોહીવા હતો,
અને તેણે ઘણા વૈદોથી ઘણું સહન કર્યું હતું
અને કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.

૧૫.

તે પ્રભુની પછવાડે આવી અને તેમના વસ્ત્રની કોરને અડકી
કેમકે, તેણે પોતાના મનમાં ધાર્યું :
જો હું માત્ર પ્રભુના વસ્ત્રને અડકું તો સાજી થઈશ.
તેણે એમ કર્યું અને તુરત તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.

૧૬.

પ્રભુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું ;
પુત્રી હિમ્મત રાખ,
તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.

૧૭.

એક જમાદારે પ્રભુની પાસે આવીને વિનંતી કરી :
પ્રભુ તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી.
પણ તમે કેવળ શબ્દ કહો એટલે મારો ચાકર સાજો થશે.

૧૮.

પ્રભુ ઈસુએ જમાદારને કહ્યું :

જેવો તેં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાઓ.
તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો.

૧૯.

શિષ્ય બોલ્યા :

પ્રભુ જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે.
આશાનું સ્થાન ન છતાં આપણે આશાથી વિશ્વાસ રાખીએ.

૨૦.

જે વચન તેમણે આપ્યું છે તે પૂરું કરવાને તે સમર્થ છે
એવો પૂરો ભરોસો રાખીને વિશ્વાસમાં દઢ રહીએ.

૨૧.

શિષ્યોએ પ્રભુ ઈસુને વિનંતી કરી :

પ્રભુ, અમારો વિશ્વાસ વધારો.

૨૨.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

હું તમને નિશ્ચયપૂર્વક કહું છું કે
તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો
તમને કંઈ અશક્ય થશે નહિ મારા મર વિશ્વાસ કરો.

૨૩.

માગો અને તમને આપવામાં આવશે.
પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર શ્રદ્ધાથી માગવું.

૨૪.

જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઊછળતા તથા
અફળાતા સમુદ્રના મોજાં જેવો છે.
બેમનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.

૨૫.

ઓ બેમનવાળાઓ તમે મન પવિત્ર કરો.
વિશ્વાસ કરનારને સર્વ વાનાં શક્ય છે.
મનમાં સંદેહ ન રાખો.

૨૬.

જે કોઈ પોતાના મનમાં સંદેહ ન આણતાં
વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે,
તો તે તેને વાસ્તે થશે.

૨૭.

તમારા વિશ્વાસની પરીક્ષાથી ધીરજ ઉત્પન્ન થાય છે.

૨૮.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ વિશ્વસનીય છે.
તે અમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ
અમારા ઉપર આવવા દેશે નહિ.

૨૯.

લોકોએ પ્રભુ ઈસુને પૂછ્યું :

અમે પરમેશ્વરનાં કામ કરીએ માટે અમારે શું
કરવું જોઈએ ?

૩૦.

પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :

મારા પર તમે વિશ્વાસ કરો એ જ પરમેશ્વરનું કામ છે.

૩૧.

ઈશ્વરની વાણી તમે કદી નથી સાંભળી
અને તેનું સ્વરૂપ પણ દીઠું નથી.

૩૨.

જે મને જુએ છે તે ઈશ્વરને જુએ છે,
જે મારા પર વિશ્વાસ કરે છે તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે.

૩૩.

જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહિ થાય,
પણ તે અનંતજીવન પામશે.

૩૪.

તેમને હું શાશ્વત જીવન આપું છું.
અને મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.

૩૫.

જે મારાં વચન સાંભળે છે અને વિશ્વાસ કરે છે
તે અપરાધી નહિ કરશે ;
પણ મૃત્યુમાંથી નીકળીને અમરત્વમાં આવ્યો છે.

૩૬.

જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે અંધકારમાં ન રહે માટે
જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.

૩૭.

મારા પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી ;
પણ જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂકયો છે,
કેમકે જગતમાં પ્રકાશ આવ્યાં છતાં
તેણે પ્રકાશના કરતાં અંધકાર ચાહ્યો.

૩૮.

મારી શાંતિ હું તમને આપું છું.
તમારા હૃદયને વ્યાકૂળ થવા ન દો, ને બીવા પણ ન દો,
તમે મારા પર વિશ્વાસ રાખો.

૩૯.

તમ઼ારી ચિંતા મારા પર નાખો, કેમકે હું તમારી ચિંતા રાખું છું.
કશાની ચિંતા ન કરો પણ તમારી અરજો મને જણાવો.

૪૦.

જેની તમને અગત્ય છે
તે તમારા માગ્યા અગાઉ હું જાણું છું.

૪૧.

આકાશનાં પક્ષીઓને જુઓ ;
હું તેઓનું પાલન કરું છું.

૪૨.

ખેતરના કૂલ છોડોનો વિચાર કરો ;
હું તેઓને પહેરાવું છું.

૪૩.

તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે ;
માટે બીહો મા.
તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહિ.

૪૪.

શ્રદ્ધાવાને કહ્યું :

અમે અમારા પોતા પર નહિ
પણ પ્રભુ પર ભરોસો રાખીએ છીએ.

૪૫.

જેના પર મેં ભરોસો કર્યો તેને હું ઓળખું છું.
જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.

૪૬.

પોતાના મહિમાવાન અખૂટ ભંડારમાંથી
અમારી સર્વ ગરજ પ્રભુ પૂરી પાડશે.

૪૭.

પ્રભુએ કહ્યું :

જે વસ્તુઓ દશ્ય છે તેના મર દષ્ટિ ન રાખતાં
જે અદશ્ય છે તેના પર લક્ષ રાખો.

૪૮.

જે દશ્ય છે તે ક્ષણિક છે
પણ જે અદશ્ય છે તે સાર્વકાલિક છે.

૪૯.

વિશ્વાસ તો જેની આશા રાખવામાં આવે છે તેની ખાતરી અને
અદશ્ય વસ્તુઓની સાબિતી છે.

૫૦.

જાણે અદશ્યને જોતાં હો તેમ અડગ રહો.
તમે તમારા વિશ્વાસથી સ્થિર રહો છો.

૫૧.

શ્રદ્ધાવાને કહ્યું :

અમે શ્રદ્ધાથી ચાલીએ છીએ દષ્ટિથી નહિ.
અમારા વિશ્વાસના અગ્રેસર તથા શ્રદ્ધાને સંપૂર્ણ કરનાર
પ્રભુ ઈસુની તરફ લક્ષ રાખીએ છીએ.

૫૨.

આપણે આરંભમા રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ.
આપણા પરમપવિત્ર વિશ્વાસમાં વધતા જઈએ.

૫૩.

અમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ
પણ ઈશ્વરનાં સામર્થ્ય ઉપર હોય.

૫૪.

પ્રભુ, અમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા
શાંતિથી ભરપૂર કરો.

૫૫.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
શ્રદ્ધાયોગ નામનો તૃતીય અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment