અને એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે
સત્ય વિશે સાક્ષી આપું.
૧.
સત્ય હું છું ;જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.
૨.
તમે સત્યને જાણશો અનેસત્ય તમને મુક્ત કરશે.
૩.
કેટલાક લોકોએ કહ્યું :
અમે કદી કોઇના દાસત્વમાં આવ્યા નથીતો એમ કેમ કહો છો કે તમને મુક્ત કરવામાં આવશે ?
૪.
પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :
માણસને જે કંઈ જીતે છેતે જ તેને પોતાનો દાસ કરી લે છે.
૫.
જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે.જેને અજ્ઞાધીન થવાને તમે પોતાને સોંપો છો.
તેના દાસ તમે છો.
જો હું તમને મુક્ત કરીશ તો તમે ખરેખર મુક્ત થશો.
૬.
નિયમભંગ એ પાપ છે, સર્વ અન્યાય પાપ છે.જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે.
જે સર્વ વિશ્વાસથી નથી તે પાપ છે.
૭.
હરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઇનેતથા લલચાઈને પ્રલોભનમાં પડે છે.
૮.
પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે,અને પાપ પરિપક્વ થઇને મૃત્યુ ઉપજાવે છે.
૯.
લોકોને તેમનાં પાપથી મુક્ત કરનાર હું છું.૧૦.
હું તેમનાં મનમાં પશ્ચાત્તાપ કરાવું છુંઅને તેમને પાપની ક્ષમા આપું છું,
કે હવે પછી તેઓ પાપની ગુલામીમાં ન રહે.
૧૧.
ભક્ત બોલ્યા :
પ્રભુમાં આપણને ઉદ્ધાર એટલે પાપની ક્ષમા છે.પ્રભુ ઈસુએ અંધકારની સત્તામાંથી આપણને છોડાવ્યા
અને પોનાના રાજ્યમાં આણ્યા.
૧૨.
બાળકો માંસ તથા રુધિરનાં બનેલાં છેમાટે પ્રભુ ઈસુ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા
૧૩.
કે પોતે મરણને જીતીનેમૃત્યુની બીકથી જેઓ જીવનપર્યંત દાસત્વમાં હતા
તેમને મુક્ત કરે.
૧૪.
પ્રભુ ઈસુ બોલ્યા :
હું તેઓને અનંતજીવન આપું છું, અનેકદી તેઓનો નાશ થશે નહિ, અને
મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.
૧૫.
ભક્તે કહ્યું :
પ્રભુ ઈસુ આપણને આ ભૂંડા સંસારથી છોડાવે છે.૧૬.
જેથી સંસારની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છેતેથી મુક્ત થઈને
આપણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થઈ એ.
૧૭.
પ્રભુ આત્મા છે અનેજ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે,
પ્રભુએ આપણને સ્વતંત્રતાને અર્યે સ્વતંત્ર કર્યા, માટે
દઢ રહીએ અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઈ એ.
૧૯.
પાપથી મુક્ત થયેલા અને પ્રભુના દાસ થયેલા હોવાથીઅમે પવિત્ર થઈ એ છીએ
અને પરિણામે અમને અનંતજીવન મળે છે.
૨૦.
પ્રભુએ શિષ્યોને કહ્યું :
હવેથી તું દાસ નથી પણ પુત્ર છેઅને જો તું પુત્ર છે તો વારસ પણ છે.
૨૧.
ભક્તે કહ્યું :
પ્રભુએ આપણને છોડાવી લીધા કેઆપણે તેમના પુત્ર તરીકે ગણાઈ એ.
૨૨.
ફરી પ્રભુએ શિષ્યોને કહ્યું :
તમે મને પ્રિય છો, કેમકે આત્માની વિશુદ્ધિદ્વારાતથા સત્ય પરની શ્રદ્ધાદ્વારા
મોક્ષને અર્થે મેં તમને આરંભથી પસંદ કર્યા છે.
૨૩.
તમે મને અનુસરો, તમે મારી સાથે રહો,માટે મેં તમને નિમ્યા છે.
૨૪.
તમારે માટે મેં ઠરાવ્યું છે કેમારી પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય.
૨૫.
તમને હું મારી પાસે લઈ જઈશજેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.
૨૬.
એક જણે પૂછ્યું :
પ્રભુ મુક્તિ પામનારા થોડા છે શું ?૨૭.
પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો :
સાંકડા દ્વારમાં થઈને પેસવાને યત્ન કરો કેમકેઘણા પેસવા ચાહશે પણ પેસી શકશે નહિ.
૨૮.
જે માર્ગ વિનાશમાં પહોંચાડે છે તે પહોળો છેઅને તેનું દ્વાર પહોળું છે
અને ઘણાં માણસો તેમાં થઈને પેસે છે.
૨૯.
પણ જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે,અને તેનું દ્વાર સાંકડું છે
અને જેઓને તે જડે છે તેઓ થોડા છે.
૩૦.
હું દ્વાર છું ;મારા દ્વારા જો કોઈ પેસે તો તેનો ઉદ્ધાર થશે.
૩૧.
જેઓ ઈશ્વરની પ્રશંસા કરતાં માણસની પ્રશંસા વધારે ચાહતા હતાતેઓએ પ્રભુતે કબૂલ ન કર્યા,
૩૨.
તેથી પ્રભુએ કહ્યું :
જેઓ એક બીજાથી માન પામે છેપણ જે માન એકલા ઈશ્વર તરફથી છે તે શોધતા નથી
તે વિશ્વાસ શી રીતે કરી શકે ?
૩૩.
જુલમથી દાણ લેનારા અને કસબણોધર્મચુસ્તોની અગાઉ ઈશ્વરીરીજ્યમાં જાય છે
કેમકે તેમણે વિશ્વાસ કર્યો ;
૩૪.
પણ ધર્મચુસ્તો અને પંડિતોએપોતાને વાસ્તે પરમેશ્વરનો જે ઇરાદો હતો તે નિરર્થક કર્યો.
૩૫.
-
શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાંમુક્તિ નામનો દશમ અધ્યાય સમાપ્ત.
No comments:
Post a Comment