Saturday, March 25, 2006

Hriday Gita (2), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

ઉદ્ધાર
નામ
દ્વિતીય અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

હૃદયભંગિતોને સાજા કરવા,
બંદીવાનોને મુક્ત કરવા
અને અંધોને દષ્ટિ આપવા હું આવ્યો છું.

૧.

જગતનો ન્યાય કરવા સારુ નહિ પણ
મારાથી જગતનો ઉદ્ધાર થાય તે માટે
હું જગતમાં આવ્યો છું.

૨.

હું જગતનો ન્યાય કરવા માટે નહિ પણ
જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.

૩.

હે પરિશ્રમ કરનારાઓ અને ભારથી લદાયેલાઓ
તમે સર્વ મારી માસે આવો
અને હું તમને વિશ્રામ આપીશ.

૪.

જે મારી પારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

૫.

ઘણા બહિષ્કૃતો અને અધમો પ્રભુ ઈસુની પાછળ આલતા હતા.

૬.

ત્યારે પ્રભુ ઈસુ બોલ્યા :

જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી
પણ જેઓ માંદા છે તેઓને જરૂર છે.

૭.

ધાર્મિકોને નહિ પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.

૮.

એક બહિષ્કૃત જનને ઘેર પ્રભુ પરોણા થવા ગયા,
ત્યારે પ્રભુ ઈસુ બોલ્યા :



૯.

જે ખોવાયેલાં છે તેને શોધવા તથા બચાવવાને હું આવ્યો છું.

૧૦.

આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી મારી ઇચ્છા નથી.

૧૧.

એક પાપી પશ્ચાત્તાપ કરે
તો તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

૧૨.

લોકો એક લકવાવાળા માણસને પ્રભુની પાસે લાવ્યા,
ત્યારે તેઓની શ્રદ્ધા જોઈને પ્રભુએ તે માણસને કહ્યું :

૧૩.

વત્સ, ર્હિમત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.
ઊઠ, તારો ખાટલો ઉપાડીને તારે ઘેર ચાલ્યો જા.

૧૪.

તે માણસ ઊઠીને ઈશ્વરસ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.

૧૫.

શહેરની એક પતિતા સ્ત્રી પ્રભુ ઈસુની પાસે આવી
અને અશ્રુથી પ્રભુના પગ ધોવા લાગી.

૧૬.

પ્રભુ ઈસુએ તેને કહ્યું :

તારાં પાપ માફ થયાં છે,
તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.

૧૭.

એક રક્તપિત્તીથો પ્રભુ ઈસુને પગે પડીને બોલ્યો :
જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.

૧૮.

પ્રભુને તેની દયા આવી આને હાથથી તેને અડકીને કહ્યું :
મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા.

૧૯.

અને તરત તેનો કોઢ ગયો ને તે શુદ્ધ થયો.

૨૦.

શુળિ પર ચડાવેલા એક ગુનેગાર ચોરે પ્રભુ ઈસુને કહ્યું :
પ્રભુ, તમારા સ્વર્ગીય રાજ્યમાં મને સંભારજો.

૨૧.

પ્રભુ ઈસુએ તેને ઉત્તર આપ્યો :

હું તને ખાતરીથી કહું છું કે
આજે તું મારી સાથે સ્વર્ગલોકમાં હોઈશ.

૨૨.

એક શિષ્યે કહ્યું :

પ્રભુનો હું ઉપકાર માનું છું
કેમકે તેમણે મને વિશ્વાસુ ગણીને
પોતાની સેવામાં દાખલ કર્યો.

૨૩.

જો કે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર
તથા જુલમી હતો,
તો પણ મારા પર દયા કરવામાં આવી.

૨૪.

આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી
મને પ્રભુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો.

૨૫.

આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ રીતે સ્વીકારવા યોગ્ય છે,
કે પ્રભુ ઈસુ બ્રિસ્ત પાપીઓને તારવા સારુ જઞતમાં આવ્યા.
એવા પાપીઓમાં હું મુખ્ય છું.

૨૬.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાંત્મ વિદ્યામાં
ઉદ્ધાર નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment