તે જેવા હું પાછળ ફર્યો, તો મેં સોનાની સાત દીવી દીઠી.
૧.
દીવીઓની વચમાં મનુષ્ય સ્વરૂપમાં મેં એક જણને જોયા.૨.
તેમણે પગની પાનીએ પહોંચે એવો ઝભ્બો પહેરેલો હતો,છાતીએ સુવર્ણ પટકો બાંધેલો હતો.
૩.
તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.પગ અગ્નિમાં વિશુદ્ધ કરેલા ચળકતા પિત્તળ જેવા હતા.
૪.
તેમના જમણા હાથમાં સાત તારા હતા,તેમની મુખાકૃતિ પૂર્ણ પ્રભાથી પ્રકાશતા સૂર્ય જેવી હતી.
૫.
તેમનો સાદ વિપુલ પાણીના પ્રવાહના અવાજ જેવો હતો.૬.
તેમને જોયા ત્યારે શબવત બનીને હું તેમનાં ચરણ આગળઢળી પડયો.
૭.
ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા મર મૂકીને કહ્યું :
બી મા : પ્રથમ તથા છેલ્લો,૮.
આદિ તથા અંત હું છું.
હું સદાકાળ જીવંત છું.
૯.
હું ઉઘાડું છું ને કોઈ બંધ કરશે તહિ,હું બંધ કરું છું ને કોઈ ઉઘાડતો નયી.
૧૦.
દેવદૂતો તેમનો મહિમા તથા સ્તુતિ ગાય છે :પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ પરમેશ્વર, સર્વશક્તિમાન,
જે હતા, જે છે, અને જે આવનાર છે.
૧૧.
મહિમા, માન, સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો :કેમકે તમે સર્વ ઉત્પન્ન કર્યું,
તમારી ઇચ્છાથી ઔ અરિતત્વ મામ્યાં.
૧૨.
તમે સનાતન યુગોના રાજા,અવિનાશી, અદશ્ય તથા એકાકી દેવ છો,
૧૩.
તમે સર્વકાળ સર્વોપરી સ્તુત્ય ઈશ્વર છો,તમને સદાકાળ માન તથા મહિમા હો.
૧૪.
તમે અદશ્યની પ્રતિમા છો :તમે ઈશ્વરના ગૌરવનું તેજ
અને ઈશ્વરના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છો.
૧૫.
ઈશ્વરની શર્વ પૂર્ણ તા તમારામાં મૂર્તિમાત છે.તમારામાં સર્વ સંપૂર્ણતા શરીરરૂપે રહેલી છે.
૧૬.
દષ્ટાએ કહ્યું :
પરમેશ્વર મનુષ્પરૂપમાં પ્રગટ થયા,સદેહ થઈને આપણી મધ્યે વસ્યા.
૧૭.
તે કૃપા તથા સત્યતાથી ભરપૂર છે.એ કૃપા પ્રભુ ઈસુના પ્રગટ થવાથી પ્રસિદ્ધ થઈ છે.
૧૮.
તેમનામાં જીવન છે અનેતે જીવન મનુષ્યનો પ્રકાશ છે.
૧૯.
તે પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે,અને દુનિયામાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે.
૨૦.
અંધકાર જતો રહે છે અનેખરો પ્રકાશ પ્રકાશે છે.
૨૧.
તે જીવન પ્રગટ થયું, તેને અમે પોતાની આંખે જોયું.પ્રભુ ઈસુની પ્રભુતાના અમે પ્રત્યક્ષ જોનાર હતા.
૨૨.
-
શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાંદિવ્યદર્શન નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત.