Saturday, March 25, 2006

Hriday Gita (4), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

ભક્તિયોગ
નામ
ચતુર્થ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જેઓ મને ભજે છે તેઓએ
આત્માથી તથા સત્યતાથી મારું ભજન કરવું જોઈએ.
એવા ભક્તોને હું ઇચ્છું છું.

૧.

ભક્તે કહ્યું :

પ્રભુ પ્રસન્ન થાય એવી રીતે આપણે
તેમની સેના આદરભાવથી કરીએ.

૨.

પ્રભુ ઈસુએ કહ્યું :

તારા પૂરા હૃદયથી અને પૂરા જીવથી,
પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી
મારા પર તું પ્રીતિ કર.

૩.

જે મારા પર પ્રેમ રાખે છે તેના પર હું પ્રેમ રાખીશ
અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.

૪.

મને ભજવા સારુ હૃદયને શુદ્ધ કરો.
મનમાં જે શુદ્ધ છે તેને ધન્ય છે, તે મારાં દર્શન પામશે.

૫.

મારા દાસ મારી આરાધના કરશે
અને તેઓ મારું મુખ નિહાળશે.

૬.

મારા ભક્ત મારો સાદ સાંભળે છે
અને તેઓ મને અનુસરે છે.

૭.

હું મારા પોતાનાંને ઓળખું, છું અને
મારા પોતાનાં મને ઓળખે છે.

૮.

શિષ્યોએ કહ્યું :

પ્રભુની ઇચ્છા શી છે તે સમજીએ.
પ્રભુને પસંદ પડતું શું છે તે સમજીએ.
પ્રિય બાળકો તરીકે પ્રભુનું અનુકરણ કરનારા થઈએ.

૯.

પ્રભુએ કહ્યું :

હું તમારો પ્રભુ તથા સ્વામી છું.
હું એક જ તમારો ગુરુ છું,
અને તમે સઘળા ભાઈઓ છો.

૧૦.

એક શિષ્યે કહ્યું :

મારા પ્રભુ ને મારા ઈશ્વર.
તેઓએ પ્રભુના ચરણ પકડ્યા અતે તેમનું ભજન કર્યું.
તેઓએ પ્રભુને વિનંતી કરી :
પ્રભુ, અમને પ્રાર્થના કરતાં શીખવો.

૧૧.

ત્યારે પ્રભુએ કહ્યું :

તમે પ્રાર્થના કરતાં અમથો લવારો ન કરો.
જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ
અને તારું બારણું બંધ કરીને
ગુપ્તમાં રહેનાર પ્રભુની પ્રાર્થના કર.

૧૨.

મારી પાસે આવો
અને તમે તમારા જીવમાં વિશ્રામ પામશો.
આત્મામાં સર્વ પ્રકારે તથા હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો.
દરેક સંજોગોમાં પ્રભુની ઉપકારસ્તુતિ કરો.

૧૩.

સર્વદા પ્રાર્થના કરો અને કાયર ન થાઓ.
પ્રાર્થનામાં લાગુ રહો, પ્રભુની સેવા કરો,
ભક્તિમાં ખંતથી મંડ્યા રહો.

૧૪.

ભક્તે કહ્યું :

આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી
શ્રદ્ધા રાખીને પ્રભુની સંનિધ જઈએ.

૧૫.

દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારુ કૃપા પ્રાપ્ત કરવાને
હિંમતથી પ્રભુના કૃપાસનની પાસે જઈએ.

૧૬.

તેમના પરના વિશ્વાસથી પ્રભુમાં આપણને
હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે.

૧૭.

યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી ;
પરંતુ પ્રભુનો આત્મા પોતે આપણે સારુ મધ્યસ્થતા કરે છે
અને આપણી નિર્બળતામાં સહાય આપે છે.
આપણે પ્રભુના આત્માથી સેવા કરનારા છીએ.

૧૮.

પ્રભુ ઈસુએ કહ્યું :

જો તમે મારામાં રહો અને મારાં વચન તમારામાં રહે તો
જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે.

૧૯.

જે કંઈ તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં માગશો
તે સઘળું તમે પામશો.

૨૦.

પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો
તે અમે પામ્પા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે.

૨૧.

તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો અને તમને મળશે.
તમારામાં મારો આનંદ રહો અને
તમારો આનંદ સંપૂર્ણ થાઓ.

૨૨.

આનંદ કરો, પ્રભુમાં સર્વદા આનંદ કરો.
ગીતોથી સ્તોત્રોથી તથા આધ્યાત્મિક ગાનોથી
તમારા હૃદયમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ઞાઓ.

૨૩.

તમારા મન આનંદ પામશે અને
તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.

૨૪.

ભક્ત બોલ્યા :

પૂર્ણ આનંદથી અમારા પ્રભુની આગળ
અમે આનંદ કરીએ છીએ.

૨૫.

પ્રભુ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રીએ ઘણું મૂલ્યવાન એક
શેર અત્તર લઈને પ્રભુને પગે ચોળ્યું

૨૬.

અને પોતાને ચોટલે તેમના પગ લૂછ્યા,
અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી.

૨૭.

ત્યારે પ્રભુ બોલ્યા :

એ સ્ત્રીથી બની શફયું તે તેણે કર્યું છે.

૨૮.

તારા પ્રભુનું ભજન કર
અને તેની એકલાની જ સેવા કર.

૨૯.

એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો.
સંતોષ સહિતનો ભક્તિભાવ મોટો લાભ છે.

૩૦.

કોઈથી બે શેઠની ચાકરી થઈ શકે નહિ ;
દેવની તથા દ્રવ્યની સેવા તમે કરી નથી શકતા.

૩૧.

જ્યારે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ત્યારે
જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો.

૩૨.

જેમ પ્રભુએ તથને ક્ષમા આપી તેમ તમે એકબીજાને ક્ષમા આપો.
એમ પ્રિય બાળકો તરીકે તમે મારું અનુકરણ કરનારા થાઓ.

૩૩.

તમે પ્રાર્થના કરો ત્યારે કહો, કે
હે પ્રભુ, અમારા અપરાધ અમને માફ કરો,
કેમકે અમે પોતે પણ અમારા હરેક અપરાધીને
માફ કરીએ છીએ.

૩૪.

મારી શાંતિ હું તમને આપું છું.
તમને શાંતિ થાઓ.

૩૫.

મારી શાંતિ જે સર્વ સમજણથી પર છે
તે તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.

૩૬.

શ્રદ્ધાવાનોએ કહ્યું :

શાંતિના સ્વામી અમારી સાથે રહેશે.

૩૭.

પરમ પ વત્ર વિશ્વાસમાં વધતા જઈને,
પવિત્રાત્મામાં પ્રાર્થના કરીને,
અમે ઈશ્વરની પ્રીતિમાં પોતાને સ્થિર રાખીએ.

૩૮.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
ભક્તિયોગ નામનો ચતુર્થ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment